ભુવનેશ્વર: ઓડિશા કેબિનેટના તમામ પ્રધાન તેમજ વિધાનસભાના અધ્યક્ષ સૂર્ય નારાયણ પાત્રોએ રાજીનામું (Odisha cabinet reshuffle) આપી દીધું છે. જ્યારે રવિવારે બપોરે નવા પ્રધાન શપથ લેવાના છે. જેઓ ઓડિશા રાજ્યમાં નવા પ્રધાન કેબિનેટમાં સ્થાન (Naveen Patnaik government) લેશે. ઓડિશા સરકારમાં (Biju Janata Dal BJD Govt) આવેલી આ મોટી ઉથલપાથલને રાજકીય દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે છે.
આ પણ વાંચો: કોર્ટના આદેશની અસર દેખાઈ, દેવઘરના ડીસી રાત્રે 8 વાગ્યે HCમાં થયા હાજર
વિપક્ષમાં છે ભાજપ: ઓડિશામાં સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજેડી) એ બ્રજરાજનગર વિધાનસભા પેટાચૂંટણીમાં તેના ઉમેદવાર અલકા મોહંતીને 66,122 મતોના માર્જિનથી જીતવા સાથે જંગી જીત નોંધાવ્યાના એક દિવસ બાદ આ નિર્ણય સામે આવ્યો છે. વર્ષ 2019 બાદ પહેલી વખત એવું બન્યું છે કે, ભાજપ ઓડિશામાં ત્રણે ક્રમે ધકેયાલો છે. બીજેડીએ પણ રાજ્યસભાની ત્રણેય બેઠકો બિનહરીફ જીતીને વિજય મેળવ્યો હતો. રાજ્યસભામાં સ્થાન મેળવનારા ત્રણ બીજેડીના ઉમેદવારોમાં સુલતા દેવ, માનસ રંજન મંગરાજ અને સસ્મિત પાત્રા છે. પાત્રાને રાજ્યસભા માટે ફરીથી નોમિનેટ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: આ રાજ્યમાં બન્યું વિશ્વનું પ્રથમ લિક્વિડ મિરર ટેલિસ્કોપ, આકાશગંગાની લીધી તસવીર
રવિવારે શપથવિધિ: સુત્રોના જણાવ્યા મુજબ, મુખ્યપ્રધાન કાર્યાલય તરફથી પ્રધાનોને તાત્કાલિક મુખ્યપ્રધાનને રાજીનામું સોંપવા સૂચના આપવામાં આવી હતી. નવા પ્રધાન રવિવારે સવારે 11.45 વાગ્યે રાજ્યપાલ ગણેશીલાલ રાજભવનમાં શપથ લેવાના છે. જો કે, શપથવિધિ દરમિયાન નવા કેબિનેટ પ્રધાનને પોર્ટફોલિયોની સોંપણી અંગે હાલ કોઈ સ્પષ્ટતા થઈ નથી. મુખ્યપ્રધાન નવીન પટનાઈક તારીખ 20 જૂનથી વિદેશ પ્રવાસે જવાના હોવાથી, એવું માનવામાં આવે છે કે તેઓ તેમના પ્રસ્થાન પહેલા તેમના મંત્રાલયમાં સુધારો કરવા માંગે છે. તેઓ રોમ અને દુબઈની મુલાકાતે જવાના છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તદુપરાંત, વિધાનસભાનું બજેટ સત્ર પણ તારીખ 22 જૂનથી શરૂ થવાનું છે. બીજેડી સરકારે તારીખ 29 મેના રોજ તેના પાંચમા કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ કર્યા છે.