ETV Bharat / bharat

Business News: IGXમાં IOCએ 5 ટકા ભાગને પોતાને હસ્તગત કર્યો - ઈન્ડિયન ઓઈલના બોર્ડની મંજૂરી

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને (IOC) મંગળવારે જણાવ્યું હતું કે, તેણે ઈન્ડિયન ગેસ એક્સચેન્જ લિમિટેડમાં લગભગ 5 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે, જે કુદરતી ગેસના વેપાર માટે દેશનું પ્રથમ સ્વચાલિત રાષ્ટ્રીય સ્તરનું વિનિમય છે. આ સંપાદન માટે IOCને 3.7 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Business News: IGXમાં IOCએ 5 ટકા ભાગને પોતાને હસ્તગત કર્યો

author img

By

Published : Dec 22, 2021, 3:50 PM IST

નવી દિલ્હી: રાજ્યની માલિકીની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને (IOC) મંગળવારે જણાવ્યું હતું કે, તેણે ઈન્ડિયન ગેસ એક્સચેન્જ લિમિટેડમાં લગભગ 5 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે, જે કુદરતી ગેસના વેપાર માટે દેશનું પ્રથમ સ્વયંસંચાલિત રાષ્ટ્રીય સ્તરનું વિનિમય છે. આઈઓસી ઓઈલ એન્ડ ગેસ એક્સપ્લોરર ONGC, ગેસ યૂટિલિટી ગેઈલ ટોરેન્ટ ગેસ પ્રાઈવેટ લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડની પસંદ સાથે જોડાય છે, જેમણે IGXમાં 5 ટકા ઈક્વિટી પહેલેથી હસ્તગત કરી છે.

આ પણ વાંચો- Life Insurance Claim: વીમા પોલિસી જરૂરી છે, પણ ક્લેમ કેવી રીતે લેવો તે પણ જાણવું જરૂરી છે

ઈન્ડિયન ઓઈલના બોર્ડની મંજૂરી

આપને જણાવી દઈએ કે, ઈન્ડિયન ઓઈલના બોર્ડે 20 ડિસેમ્બરે મળેલી તેની બેઠકમાં શેર મૂડીના 4.93 ટકાની સમકક્ષ 10 રૂપિયાના ફેશ વેલ્યૂના 36,93,750 ઈક્વિટી શેરના સંપાદન માટે મંજૂરી (Board approval of Indian Oil) આપી છે. ઈન્ડિયન ગેસ એક્સચેન્જ લિમિટેડ (IGX), આઈઓસીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું. ફેશ વેલ્યૂ પર એક્વિઝિશન માટે IOCને 3.7 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

IGX ભારતનું પ્રથમ સ્વયં સંચાલિત રાષ્ટ્રીય સ્તરનું ગેસ વિનિમય

IGX ભારતનું પ્રથમ સ્વયં સંચાલિત રાષ્ટ્રીય સ્તરનું ગેસ વિનિમય (IGX India's first self-propelled national gas exchange) છે, જે કુદરતી ગેસમાં પારદર્શક ભાવની શોધ સુનિશ્ચિત કરે છે અને ભારતના ઉર્જા બાસ્કેટમાં કુદરતી ગેસના વિકાસને સરળ બનાવે છે. દેશની સૌથી મોટી ઓઈલ રિફાઇનિંગ અને ફ્યૂઅલ માર્કેટિંગ ફર્મ IOCએ જણાવ્યું હતું કે, IGXમાં ઈક્વિટી હિસ્સો ખરીદવો એ ભારતના કુદરતી ગેસ બજારનો ભાગ બનવા અને બજારમાં નેતૃત્વની સ્થિતિ હાંસલ કરવા તેની હાજરી વધારવાની વ્યૂહાત્મક તક છે.

લક્ષ્યને હાંસલ કરવા IGX મહત્ત્વની ભૂમિકામાં

ભારતના એનર્જી બાસ્કેટમાં પ્રાકૃતિક ગેસનો હિસ્સો વર્તમાન 6.5 ટકા છે, જે વર્ષ 2030 સુધીમાં 15 ટકા કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. આ લક્ષ્યને હાંસલ કરવા IGX મહત્ત્વની ભૂમિકા ભજવવાની પરિકલ્પના છે. એક્સચેન્જે 15 જૂન 2020ના દિવસે ગેસ ટ્રેડિંગ પ્લેટફોર્મ તરીકે કામગીરી શરૂ કરી હતી અને ડિસેમ્બર 2020થી ગેસ એક્સચેન્જ તરીકે કાર્યરત્ છે. એક્સચેન્જ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB)ના (Exchange Petroleum and Natural Gas Regulatory Board) નિયમનકારી માળખા હેઠળ કાર્ય કરે છે.

મુન્દ્રાથી પાણીપત સુધી ક્રુડ ઓઈલ પાઈપલાઈન નાખવા રોકાણને મંજૂરી

એક અલગ ફાઈલિંગમાં IOCએ જણાવ્યું હતું કે, તેના બોર્ડે ગુજરાતના મુન્દ્રાથી હરિયાણાના પાણીપત સુધી ક્રૂડ ઓઈલ પાઈપલાઈન નાખવા 9,028 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી છે. આ પાઈપલાઈન ગુજરાત પોર્ટ પરથી હરિયાણામાં તેની રિફાઈનરી સુધી વાર્ષિક 17.5 મિલિયન ટન આયાતી ક્રૂડ ઓઈલ પરિવહન કરવાની ક્ષમતા ધરાવશે. "પ્રોજેક્ટ પાનીપત રિફાઈનરીની ક્ષમતાના વિસ્તરણને કારણે ઉન્નત ક્રૂડ ઓઈલની જરૂરિયાતને પૂર્ણ કરશે, જે વાર્ષિક 15 મિલિયન ટનથી વધીને 25 મિલિયન ટન થશે.

આ પણ વાંચો- Investment for child : બાળકોના ભવિષ્ય માટેના ભાવિ રોકાણ માટે કેવી સમજદારીથી આયોજન કરશો?

36 મહિનામાં પ્રોજેક્ટ પૂર્ણ થવાની આશા

આ પ્રોજેક્ટ 36 મહિનામાં પૂર્ણ થવાની આશા છે અને તે પાણીપત રિફાઈનરી વિસ્તરણ પ્રોજેક્ટના કમિશનિંગ સાથે સુમેળમાં આવશે. પાણીપત એ 10 રિફાઈનરીઓમાંથી એક છે, જે IOCની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. IOCની 10 રિફાઈનરીઓ 80.20 મિલિયન ટનની કુલ ક્ષમતા ધરાવે છે અથવા દેશની કુલ 249.4 મિલિયન ટનની રિફાઈનિંગ ક્ષમતાના આશરે 32 ટકા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.