શિવપુરી: મધ્યપ્રદેશના શિવપુરીમાં એક મોટો રોડ અકસ્માત થયો છે. દેહત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગુના-શિવપુરી ફોર-લેન હાઈવે પર સ્થિત બાંસખેડી નજીક સોમવારે સવારે વિદ્યાર્થીઓથી ભરેલી બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસ ડ્રાઈવર સહિત એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.
ટ્રકનું ટાયર ફાટ્યુંઃ બસમાં 10 શિક્ષકો અને 30 બાળકો સહિત કુલ 40 લોકો સવાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બસની આગળ ચાલી રહેલી ટ્રકનું ટાયર અચાનક ફાટ્યું હતું જે બાદ બસ પાછળથી આવતી ટ્રક સાથે અથડાઈ અને પલટી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, થોડા સમય માટે હૈયું કંપી જાય.ઘટનાની જાણ થતા પોલીસ ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
દુર્ઘટના બની: કાર્યક્રમમાં સામેલ થવા માટે બાળકો ગ્વાલિયરથી શાજાપુર જઈ રહ્યા હતા એ સમયે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ, ઘટના દેહત પોલીસ સ્ટેશન વિસ્તારના બાંસખેડી ગામ પાસે ફોરલેન હાઈવેની છે. તમામ બાળકો નર્મદાપુરમના રહેવાસી છે. તમામ બાળકો 11 જિલ્લામાં વનવાસી લીલા કાર્યક્રમ કરવા નીકળ્યા હતા. બાળકોએ 3 પ્રોગ્રામ કર્યા હતા, ચોથો પ્રોગ્રામ કરવા ગ્વાલિયરથી શાજાપુર જઈ રહ્યા હતા. શિવપુરી જિલ્લામાં આ દુર્ઘટના બની હતી. પોલીસે ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મૃતક ડ્રાઇવર અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
દુઃખદ અવસાન: સિંગરૌલી જિલ્લામાં રવિવારે રાત્રે માર્ગ અકસ્માતમાં માતા અને પુત્રનું દુઃખદ અવસાન થયું. કહેવામાં આવી રહ્યું છે કે, હાઇવે પર એક હાઇ સ્પીડ વાહને બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેની પત્ની અને બાળકનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ, મોટરસાઇકલ સવાર 28 વર્ષીય પ્રમોદ જયસ્વાલ તેની પત્ની મમતા અને દોઢ વર્ષના પુત્ર રિતિક સાથે રૈલા ગામથી માલગો જઈ રહ્યા હતા. માડા ઇન્સપેક્ટર કપૂર ત્રિપાઠીએ મોરચો સંભાળીને ઘટનાસ્થળેથી મૃતદેહોને દૂર કર્યા અને જામ ખોલ્યો.