- બર્ગર કિંગે વિવાદિત રીતે મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી
- મહિલાઓ અને યુઝર્સ બર્ગર કિંગના ટ્વિટથી ગુસ્સે થયા હતા
- બર્ગર કિંગના વિવાદિત ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર થયો હતો હોબાળો
આ પણ વાંચોઃ ઓપ્રાહ વિનફ્રે સાથે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલની મુલાકાત પછી બકિંગહામ પેલેસે મૌન તોડ્યુ
ન્યૂઝ ડેસ્કઃ બર્ગર કિંગે મહિલા દિવસ નિમિત્તે એક ટ્વિટ કરી મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી, પરંતુ કંપનીએ જે રીતે શુભેચ્છા આપી હતી તે મહિલાઓ અને યૂઝર્સને પસંદ આવ્યું નહતું. કંપનીએ ટ્વિટ કરતા લખ્યું હતું કે, મહિલાઓની જગ્યા માત્ર રસોડામાં છે. કંપનીના આ ટ્વિટથી સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યા હતા અને તેમણે બર્ગર કિંગને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચોઃ 'સંદીપ ઔર પિંકી ફરાર' ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ
સોશિયલ મીડિયા પર બર્ગર કિંગે માફી માગી ટ્વિટ હટાવ્યું
જોકે, બર્ગર કિંગને ટ્રોલ કરવામાં કેએફસી સહિતની ફાસ્ટફૂડ રેસ્ટોરાં પણ પાછળ નથી રહી. આ ટ્વિટ અંગે બર્ગર કિંગે સોશિયલ મીડિયા પર ધોવાઈ ગયું હતું. છેવટે બર્ગર કિંગે માફી માગતા આ ટ્વિટને ડિલીટ કરી દીધું હતું. વિવાદિત ટ્વિટ અંગે ટ્રોલનો સામનો કર્યા બાદ કંપનીએ જણાવ્યું હતું કે, અમારા રસોડામાં માત્ર 20 ટકા મહિલા શેફ છે. એટલે જો મહિલાઓ અમારા કામમાં સહયોગ કરવા માગે છે તો તેમનું સ્વાગત છે. અમે આ ક્ષેત્રમાં મહિલાઓની સંખ્યા વધારવા માગીએ છીએ. આ અંગે અમે એક અભિયાન પણ ચલાવીએ છીએ અને આ માટે અમે ટ્વિટ પણ કર્યું હતું, પરંતુ અમે આ ટ્વિટ માટે તમામ લોકો પાસેથી માફી માગીએ છીએ.