નવી દિલ્હી : દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં દબાણો હટાવવાનું કામ થોડા સમયમાં શરૂ થવાનું (Bulldozer in Shaheen Bagh) છે, પરંતુ તે પહેલા જ હંગામો મચી ગયો છે. કેટલાક સ્થાનિક નેતાઓ અને ત્યાં પહોંચેલા લોકો MCDના બુલડોઝરની સામે બેસી ગયા છે. હાલમાં એમસીડી અને બીજેપી વિરુદ્ધ તેમની નારાબાજી ચાલુ કરવામાં આવી છે.
-
Delhi | Locals sit on roads and stop bulldozers that have been brought for the anti-encroachment drive in the Shaheen Bagh area. pic.twitter.com/EQJOWBzAxS
— ANI (@ANI) May 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Delhi | Locals sit on roads and stop bulldozers that have been brought for the anti-encroachment drive in the Shaheen Bagh area. pic.twitter.com/EQJOWBzAxS
— ANI (@ANI) May 9, 2022Delhi | Locals sit on roads and stop bulldozers that have been brought for the anti-encroachment drive in the Shaheen Bagh area. pic.twitter.com/EQJOWBzAxS
— ANI (@ANI) May 9, 2022
ગેરકાયદેસર દબાણોને લઈને એક્શન : ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનાથી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદેસર દબાણોને લઈને સંપૂર્ણ એક્શન મોડમાં છે. જેને ધ્યાનમાં રાખીને ભૂતકાળમાં ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ ખાસ ઝુંબેશમાં પોલીસ પ્રોટેક્શનના અભાવે કાર્યવાહી થોડા દિવસો માટે સ્થગિત કરવામાં આવી હતી, ત્યારબાદ કોર્પોરેશન દ્વારા ફરીથી ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે : પ્રાપ્ત માહિતી અનુસાર, કોર્પોરેશન દ્વારા આજે સોમવારે દિલ્હીમાં શાહીન બાગ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જરૂર પડ્યે બુલડોઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે. દિલ્હી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવેલ સુરક્ષા દળોની હાજરીમાં, સવારે 10:30 વાગ્યાથી કોર્પોરેશન શાહીન બાગ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યવાહી શાહીન બાગ મેઈન રોડ અને તેની આસપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.
અપડેટ ચાલું...