ETV Bharat / bharat

Budget Agriculture Sector: 163 લાખ ખેડૂતો પાસેથી ઘઉં અને ડાંગરની કરાશે ખરીદી - Union Budget 2021

સામાન્ય બજેટમાં (Union Budget 2022) કૃષિ ક્ષેત્ર માટે મોટી જાહેરાત (Budget Agriculture Sector) કરવામાં આવી છે.

Budget Agriculture Sector: 163 લાખ ખેડૂતો પાસેથી 1,208 મેટ્રિક ટન ઘઉં અને ડાંગરની ખરીદી કરાશે

author img

By

Published : Feb 1, 2022, 12:46 PM IST

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર 2022નો આજે બીજો દિવસ (Budget Session 2022) છે. કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં (Finance Minister Nirmala Sitharaman Union Budget) નાણાકીય વર્ષ 2022-23નું સામાન્ય બજેટ રજૂ કર્યું (Union Budget 2022) હતું. બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે નાણાકીય મંત્રાલયે મોટી જાહેરાત (Big announcement from the Ministry of Finance for the agricultural sector) કરી છે. બજેટમાં તેમણે રવિ સિઝન 2021-22માં ઘઉંની ખરીદી અને ખરીફ સિઝન 2021-22માં ડાંગરની અંદાજિત ખરીદી સાથે 163 લાખ ખેડૂતો પાસેથી 1,208 લાખ મેટ્રિક ટન ઘઉં અને ડાંગરને આવરી લેવામાં આવશે. આ સાથે 2.37 લાખ કરોડ રૂપિયા તેમના MSP મૂલ્યની સીધી ચૂકવણી (Gift of MSP to farmers) કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો- Union Budget Railway: આગામી ત્રણ વર્ષમાં 400 નવી વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે

ગંગા કોરિડોરની આસપાસ કુદરતી ખેતીને પ્રોત્સાહન અપાશે

રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરાશે, જેથી તેઓ પોતાના અભ્યાસક્રમમાં ફોર્મિંગ કોર્સનો સમાવેશ કરી શકે. ગંગા કોરિડોરની આસપાસ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. તે જ સમયે, નાના ઉદ્યોગો (MSMEs)ને ક્રેડિટ ગેરન્ટી યોજનામાંથી મદદ આપવામાં આવશે.

નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં રજૂ કર્યો હતો આર્થિક સરવે

આ પહેલા સોમવારે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આર્થિક સરવે 2021-22 લોકસભાના ટેબલ પર મૂક્યો હતો. આર્થિક સર્વેક્ષણે નાણાકીય વર્ષ 2021-22માં વાસ્તવિક ગાળામાં 9.2 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં જીડીપી 8-8.5 ટકાના દરે વધવાનો અંદાજ છે. એપ્રિલ-નવેમ્બર 2021 દરમિયાન વાર્ષિક ધોરણે મૂડી ખર્ચમાં 13.5 ટકાનો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2021 સુધીમાં વિદેશી મુદ્રા ભંડાર 633.6 અબજ ડોલરના સ્તરે પહોંચી ગયો છે.

આ પણ વાંચો- સામાન્ય બજેટ પાસેથી વિશેષ અપેક્ષા! નિર્મલાનાં આઈપેડ પર કરદાતાઓની નજર, ખિસ્સું ભરાશે કે કપાશે?

2021ના સામાન્ય બજેટમાં કૃષિ ક્ષેત્ર

આ પહેલા ફેબ્રુઆરી 2021ના સામાન્ય બજેટમાં (Union Budget 2021)નાણા પ્રધાને કહ્યું હતું કે, સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. નાણા પ્રધાને કહ્યું હતું કે, લઘુતમ સમર્થન મૂલ્ય (MSP) વ્યવસ્થામાં (Gift of MSP to farmers) મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી ખેડૂતોને તેમની પેદાશની કિંમત કરતાં દોઢ ગણી રકમ મળી શકે. બજેટમાં કેટલીક વસ્તુઓ પર એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ વસૂલવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેનો ઉપયોગ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કરવામાં આવશે. આ સિવાય કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારવામાં આવ્યો હતો.

સાત વર્ષમાં ખેડૂતોને ચૂકવણીમાં વધારો

વર્ષ 2021ના સામાન્ય બજેટમાં (Union Budget 2021) સરકારે જણાવ્યું હતું કે, વર્ષ 2013-14માં ખેડૂતોને ઘઉં માટે 33,874 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ રકમ નાણાકીય વર્ષ 2020-21માં વધીને 75,060 કરોડ રૂપિયા કરવામાં આવી હતી. વર્ષ 2020-21માં 43.36 ખેડૂતોને તેનો ફાયદો મળ્યો હતો. ડાંગર માટે ખેડૂતોને વર્ષ 2013-14માં 63,298 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી, જે વર્ષ 2020-21માં 1,72,752 કરોડ રૂપિયાથી વધુ થયું હતું.

બજેટ 2020માં કૃષિ ખેડૂતોને શું મળ્યું

બજેટ 2020માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણને ખેડૂતો માટે મોટી જાહેરાત કરી હતી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારોને ધ્યાનમાં રાખી પીએમ કુસુમ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્કીમ અંતર્ગત દેશમાં દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં 20 લાખ ખેડૂતોને સોલાર પંપ આપવાની જોગવાઈ રાખવામાં આવી હતી. આ ઉપરાંત બજેટમાં પીપીપી મોડેલ પર ખેડૂત રેલ ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય ખેડૂતોની આવક 2022 સુધી બમણી કરવા માટે બજેટમાં 16 પોઈન્ટનો એક્શન પ્લાન રાખવામાં આવ્યો હતો, જેમાં પીએમ કુસુમ, કિસાન રેલ સિવાય ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ખેડૂત ઉડાન શરૂ કરવા અને મત્સ્ય ઉત્પાદનને વર્ષ 2022-23 સુધી વધારીને 200 લાખ ટન કરવા અને દૂધની પ્રોસેસિંગ ક્ષમતાને 2025 સુધી બમણી કરવાની જોગવાઈ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.