અમદાવાદ: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આગામી વર્ષની શરૂઆતમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે વર્તમાન વર્ષમાં 7 ટકા GDP રહેવાનું અનુમાન, સરકાર સ્વરોજગાર વધારવા માટે ધ્યાન આપી રહી છે, G20માં ભારતની અધ્યક્ષતા ભારતની તાકાતને દર્શાવે છે.
માથાદીઠ આવક બમણી થઇ: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, 2014 થી સરકારનો પ્રયાસ લોકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. 2014થી અત્યાર સુધીમાં માથાદીઠ આવક બમણી થઈ છે, તે વધીને 1.97 લાખ થઈ છે. દુનિયા ભારતને ચમકતા સિતારાની જેમ જોઈ રહી છે. વૈશ્વિક મંદીના કારણે આપણો વિકાસ દર 7% રહ્યો છે. જે અન્ય દેશો કરતાં વધુ મજબૂત છે.
update....