ન્યૂ દિલ્હીઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે લોકસભામાં સામાન્ય બજેટ 2021-2022 રજૂ કર્યું હતું. સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને પૂર્વનિર્ધારિત શેડ્યૂલ મુજબ નાણાં પ્રધાને લોકસભાની કાર્યવાહી શરૂ થયા બાદ ભારતની આર્થિક યોજનાઓને સંસદના ટેબલ પર મૂકી હતી.

બજેટના પ્રમુખ મુદ્દાઃ
- વીમા ક્ષેત્રમાં FDI 49 ટકાથી વધીને 74 ટકા થઈ છે.
- ગોલ્ડ એક્સચેન્જ શરૂ કરવામાં આવ્યું
- સોલાર એનર્જી કોર્પોરેશન માટે 1000 કરોડનું બજેટ નક્કી કરાયું છે.
- એઆઈ મશીન લર્નિંગને પ્રોત્સાહન આપવામાં આવશે.
- ડિસઇન્વેસ્ટમેન્ટમાં તેજી આવશે.
- કાયદામાં સુધારો કરવામાં આવશે
- આવતા વર્ષે અનેક PSU માં ડિસઇન્વેસ્ટમેન્ટ થશે