- BSFની 18મી બટાલીયનના જવાનોએ પકડ્યું કબૂતર
- 15 અને 32 એમ બે આંકડાઓ લખેલા મળ્યાં
- પક્ષીઓ અને ફુગ્ગાઓ મોકલવાના કારસ્તાનો કરતું રહે છે પાકિસ્તાન
જેસલમેર(રાજસ્થાન): ભારત-પાકિસ્તાનની સીમા પર આવેલા જેસલમેરની આંતરરાષ્ટ્રીય સીમા પર BSFનાં જવાનો તૈનાત છે. પાકિસ્તાન તરફની દરેક શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર તેઓ નજર રાખી રહ્યા છે.
જેસલમેરની SDK ચોકી નજીકથી મળ્યું કબુતર
બુધવારના રોજ સરહદ પારથી આવેલા કબૂતરને BSFના જવાનોએ પકડી લીધું હતું. મળેલી જાણકારી અનુસાર જેસલમેરની SDK ચોકી નજીક મળેલા કબૂતરને BSFની 18મી બટાલીયનના જવાનોએ પકડ્યું હતું.
જવાનોએ વધુ તપાસ હાથ ધરી
સૂત્રોએ આપેલી જાણકારી મુજબ, કબુતરના પગ ઉપર ટેગ મળી આવ્યું હતું, જેમાં 15 અને 32 એમ બે આંકડાઓ લખેલા હતાં. BSFનાં જવાનો તપાસ ચલાવી રહ્યા છે કે, આ એક સામાન્ય કબૂતર છે કે પાકિસ્તાનનું કોઈ નવું કારસ્તાન?
BSFને કારણે નિષ્ફળ જાય છે પાકિસ્તાનના કારસ્તાનો
નોંધનીય છે કે, પાકિસ્તાન ઘણી વાર આવા કારસ્તાનો કરતું રહે છે. પશ્ચિમ સરહદ પરથી ઘણી વાર પક્ષી કે ફુગ્ગાઓ ભારતની સીમા નજીકથી મળતા હોય છે. પરંતું સીમા પરના જવાનોની ચાંપતી નજરને કારણે હંમેશા તેનના પ્રયત્નો નિષ્ફળ જતા હોય છે.