- જૈસલમેરમાં BSF જવાને કરી આત્મહત્યા
- ચિંકારા આઉટ પોસ્ટ પર બજાવતા હતા ફરજ
- પારિવારિક સમસ્યાને લઈને આત્મહત્યા કરી હોવાની શંકા
જૈસલમેર: ભારત-પાકિસ્તાન બોર્ડરના ચિંકારા આઉટ પોસ્ટ પર ફરજ બજાવી રહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક જવાને પોતાની સરકારી રાઈફલથી ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ઓળખ પ્રેમકુમાર યાદવ તરીકે કરવામાં આવી છે. જે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
પારિવારિક સમસ્યાને લઈને રહેતા હતા હતાશ
મૃતક BSF જવાન મધ્ય પ્રદેશના ભિંડનો રહેવાસી હતા. તેઓ 30 એપ્રિલના રોજ 1 મહિનાની રજા ભોગવ્યા બાદ ડ્યુટી પર પરત ફર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ પારિવારિક સમસ્યાઓના કારણે હતાશ હતા અને તે જ કારણોસર તેમણે 12 મે ના રોજ પોતાની SLR રાઈફલ વડે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના આ બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસ અને BSF દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.