ETV Bharat / bharat

New Delhi News : BS 3 અને 4 ડીઝલ બસોને આજથી દિલ્હીમાં પ્રવેશવા પર પ્રતિબંધ, જાણો તે પાછળનું કારણ...

બુધવારે BS 3 અને 4 ડીઝલ બસોને દિલ્હીમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ નિર્ણયને પરિણામે હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી આવતી લગભગ 4,500 બસોને અસર થશે.

BS 3 અને 4 ડીઝલ બસોને આજથી દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 1, 2023, 12:31 PM IST

નવી દિલ્હીઃ કમિશન ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટ(CAQM)ના આદેશ અનુસાર દિલ્હીમાં બુધવારે BS 3 અને 4 ડીઝલ બસોને પ્રવેશ આપવામાં નહીં આવે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને અન્ય રાજ્યોની લગભગ 4,500થી વધુ બસો દિલ્હીમાં રોજ આવે છે. જેમાં મોટાભાગની બસો BS 3 અને 4 ડીઝલ બસો છે. જેનાથી પ્રદૂષણ બહુ ફેલાય છે. અત્યારે દિલ્હીમાં માત્ર સીએનજી અને ઈલેક્ટ્રિક બસોનું જ સંચાલન કરવામાં આવે છે.

કાશ્મીરી ગેટ બસ સ્ટેશનનું નિરીક્ષણઃ આ અગાઉ ગત રવિવારે દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે દિલ્હીના કાશ્મીરી ગેટ બસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યુ હતું. જેમાં ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી આ બસ સ્ટેશન પર આવેલ અનેક બસો BS 3 અને 4 ડીઝલ બસો હતી. તેથી પ્રધાને આ પ્રકારની દરેક બસોને નોટિસ ફટકારીને દિલ્હીમાં પ્રવેશ ન કરવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે 1 નવેમ્બરથી CAQMના તમામ માપદંડોનું પાલન કરવાનું ફરજિયાત કર્યુ છે. તે અંતર્ગત આ બસોને આજે દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. તેમણે દિલ્હી એનસીઆર પણ દરેક સરકારોને માત્ર સીએનજી અને ઈલેક્ટ્રિક બસો ચલાવવાની અપીલ કરી હતી.

વાયુ પ્રદૂષણમાં વધારોઃ પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયનો દાવો છે કે દિલ્હીમાં ધૂળથી થતા પ્રદૂષણમાં ઘટાડો નોંધોયો છે જ્યારે ધૂમાડાથી થતું પ્રદૂષણ વધ્યું છે. આવામાં પ્રદૂષણને અટકાવવા માટે દિલ્હી સરકાર તરફથી રેડ લાઈટ ઓન ગાડી ઓફ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં દિલ્હી સરકારના પ્રધાનનો દાવો છે કે દિલ્હીમાં થતાં વાયુ પ્રદૂષણમાં 70 ટકા જેટલું પ્રમાણ અન્ય રાજ્યોમાંથી આવી રહ્યું છે. પ્રધાન ગોપાલ રાય કહે છે કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સરકારથી દિલ્હી આવતી બસો જ્યાં સુધી સીએનજી કે ઈલેક્ટ્રિકમાં કન્વર્ટ નહિ થાય ત્યાં સુધી દિલ્હી પ્રદૂષણનો શિકાર બનતું રહેશે.

મુસાફરોને હાલાકીઃ દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાંથી બસો આવે છે. જેમાં મોટા ભાગની બસો BS 3 અને 4 ડીઝલ બસો છે. તહેવારના દિવસોમાં ટ્રેન અને બસોમાં મુસાફરોની સંખ્યા વધી જાય છે, પણ એક નવેમ્બરથી BS 3 અને 4 ડીઝલ બસોને દિલ્હીમાં પ્રવેશ ન કરવા દેવાથી બસોની સંખ્યા ઓછી થશે જેનાથી મુસાફરોને હાલાકી પડી શકે છે.

  1. Delhi Supreme Court: દિલ્હી NCR પોલ્યુશનને લઈને સુપ્રીમ કોર્ટ પ્રદૂષણ કેસ પર સુનાવણી કરશે
  2. સુ્પ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકારને આડે હાથ લીઘી, કહ્યું- અટલું સસ્તું નથી જીવન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.