નવી દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) પૂર્વ પ્રમુખ અને BJP સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો કેસ છે. આ ચાર્જશીટમાં જણાવવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસ પાસે પુરાવા તરીકે બે ફોટોગ્રાફ્સ છે. જેમાં બ્રિજભૂષણ શરણ સિંહ ફરિયાદી કુસ્તીબાજ તરફ આગળ વધતા જોઈ શકાય છે. ઉપરાંત ફરિયાદીએ દર્શાવેલ સ્થાન સાક્ષીએ જણાવેલ સ્થાન સાથે મેળ ખાય છે.
પોલીસની ચાર્જશીટ : BJP સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હી પોલીસ પાસે એવા ફોટોગ્રાફ્સ છે જેમાં તે ફરિયાદી તરફ જતો જોવા મળ્યો હતો. આ સિવાય કોલ ડિટેઈલ અને રેકોર્ડિંગમાં પણ દુર્વ્યવહારના સ્થળોએ તેમની હાજરી હોવાનું બહાર આવ્યું છે.
શું છે ચાર્જશીટમાં ? આ ચાર્જશીટમાં જણાવાયું છે કે, ફોટોગ્રાફ્સનો એક સેટ પણ ઉપલબ્ધ છે. જે તે ઇવેન્ટમાં તેની હાજરી હોવાની સાબિતી આપે છે. જ્યાં જાતીય સતામણીની કથિત ઘટના બની હતી. તે ચાર્જશીટમાં ટેકનિકલ પુરાવાનો એક ભાગ છે. ઉપરાંત ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ફરિયાદના અનુસાર રાજધાનીના અશોકા રોડ પર સ્થિત WFI ઓફિસ, બ્રિજભૂષણ શરણ સિંહના ઘર અને જાતીય સતામણીના બનાવના ઘટનાસ્થળ પર કોઈ વિઝિટર રજીસ્ટર અથવા CCTV કેમેરા નહોતા. ચાર્જશીટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, WFI અધિકારીઓએ પોલીસની નોટિસનો જવાબમાં ચાર ફોટોગ્રાફ્સ આપ્યા હતા. જેમાં બ્રિજભૂષણસિંહ અને ફરિયાદીની વિદેશમાં (કઝાકિસ્તાન) હાજરી દર્શાવવામાં આવી હતી.
ઈવેન્ટની તસવીર : આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, બે તસવીરોમાં બ્રિજભૂષણસિંહ ફરિયાદી તરફ જતો જોવા મળે છે. WFI દ્વારા સાક્ષીઓના કોલ ડિટેઈલ રેકોર્ડ (સીડીઆર) સાથે કુસ્તી ઈવેન્ટના ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવ્યા હતા. આ પુરાવાના આધારે ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જે તારણ આપે છે કે, બ્રિજ ભૂષણ સિંહ કથિત દુર્વ્યવહારના સ્થળે હાજર હતા. પાંચ પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.