ETV Bharat / bharat

ગુજરાતના પ્રવાસીઓની બસની બ્રેક થઈ ફેઈલ, ડ્રાઈવરે કર્યું એવું કામ કે લોકો જોતા રહી ગયા

રૂદ્રપ્રયાગના મુખ્ય બજાર પાસે ગુજરાતથી પ્રવાસીઓથી ભરેલી બસની બ્રેક ફેઈલ (Bus accident in Rudraprayag) થઈ ગઈ હતી. આ દરમિયાન, બસ ચાલકે સમજદારી દાખવી પ્રવાસીઓને સલામત રીતે બચાવી લીધા હતા. જોકે, બસની ટક્કરથી ત્રણ-ચાર કારને ચોક્કસ નુકસાન થયું હતું.

ગુજરાતના પ્રવાસીઓની બસની બ્રેક ફેઈલ, ડ્રાઈવરની સમજદારીથી મોટી દુર્ઘટના ટળી

author img

By

Published : Jul 1, 2022, 1:57 PM IST

Updated : Jul 1, 2022, 3:40 PM IST

રુદ્રપ્રયાગ: ગુજરાતની બસની બ્રેક ફેઈલ (Bus accident in Rudraprayag) થઈ જતા અન્ય ચાર પેસેન્જર વાહનોને પણ બસે ટક્કર મારતાં વાહનોને નુકસાન થયું હતું, પરંતુ ડ્રાઈવરે સમજદારી દાખવતા રોડની બાજુમાં બનાવેલ નાળા સાથે બસ અથડાઈ હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.આ ઘટના બનતા જ ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. આ બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જામ ખુલ્લો કરાવ્યો હતો.

ગુજરાતના પ્રવાસીઓની બસની બ્રેક થઈ ફેઈલ, ડ્રાઈવરે કર્યું એવું કામ કે લોકો જોતા રહી ગયા

આ પણ વાંચો: નુપુર શર્માનું નિવેદન ઉદયપુરની ઘટના માટે જવાબદાર: સુપ્રીમ કોર્ટ

બસમાં ગુજરાતના 15 થી 18 પ્રવાસીઓ હતા : બસમાં ગુજરાતના 15 થી 18 પ્રવાસીઓ હતા, જેઓ ભગવાન બદ્રીનાથના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા કોટવાલ જયપાલ નેગીએ ક્ષતિગ્રસ્ત વાહનોને સલામત સ્થળે મોકલ્યા હતા, જ્યારે ઘટના બાદ જામ પણ ખોલ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, બસ બદ્રીનાથથી ઋષિકેશ જઈ રહી હતી. તેમણે કહ્યું કે, ક્ષતિગ્રસ્ત વાહનોને સુરક્ષિત સ્થળોએ મોકલ્યા બાદ ટ્રાફિકને ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: મોદી સરકાર દ્વારા 'પડ્યા પર પાટુ', ડીઝલ - પેટ્રોલ અને સોના પર લીધો મોટો નિર્ણય

વાહનમાં સવાર કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા : અગાઉ 28 મેના રોજ કેદારનાથ ધામના દર્શન કરીને પરત ફરી રહેલા રાજસ્થાનના પ્રવાસીઓથી ભરેલી બસ મેદનપુર સ્લાઈડિંગ ઝોન પાસે સુરક્ષા દિવાલ સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ બસ ડ્રાઈવર બેભાન થઈ ગયો હતો, જ્યારે વાહનમાં સવાર કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Last Updated : Jul 1, 2022, 3:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.