ETV Bharat / bharat

દર્દીને મળવા ગયેલો યુવાન 6મા માળેથી નીચે પટકાયો

author img

By

Published : Jan 3, 2023, 7:21 PM IST

રાજસ્થાનના ભરતપુરમાં છઠ્ઠા માળેથી પડી જવાથી એક યુવકનું (Boy fell from sixth floor in Bharatpur) મૃત્યુ થયું હતું. અકસ્માત દરમિયાન યુવક આરબીએમ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલમાં પોતાના સંબંધીને મળવા ગયો હતો. જ્યાં બારીમાંથી ગુટખા થૂંકતી વખતે તેનો પગ લપસી ગયો અને તે છઠ્ઠા માળેથી સીધો નીચે પડ્યો હતો. (Boy died after falling from sixth floor). આ ઘટનામાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ભરતપુરમાં છઠ્ઠા માળેથી પડી જતાં એક યુવકનું મોત

ભરતપુર(રાજસ્થાન): RBM જિલ્લા હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડી જવાથી એક યુવકનું મોત (Boy fell from sixth floor in Bharatpur) થયું હતું. યુવક પોતાના ઓળખીતા દર્દીને મળવા હોસ્પિટલ આવ્યો હતો. પરંતુ અકસ્માતે તેણે જ જીવ ગુમાવ્યો (Boy died after falling from sixth floor) હતો.

પગ લપસતાં બારીમાંથી પડ્યો નીચે: સંબંધીઓએ પોલીસને જણાવ્યું કે યુવક બારીમાંથી ગુટખા થૂંકતો હતો. દરમિયાન પગ લપસવાને કારણે તે બારીમાંથી નીચે પડી ગયો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે (Boy fell from sixth floor in Bharatpur). આ મામલામાં મથુરા ગેટ પોલીસ સ્ટેશનના પ્રભારી રામનાથ સિંહે જણાવ્યું કે મંગળવારે સવારે 3.30 વાગ્યે હોસ્પિટલના છઠ્ઠા માળેથી પડી જવાથી એક યુવકનું મોત થયું હતું. મૃતકની ઓળખ ઈકરાનના રહેવાસી પદમ સિંહના પુત્ર ચંદ્રપાલ(21) તરીકે થઈ છે, જે અકસ્માત દરમિયાન પોતાના ઓળખીતા એક દર્દીને મળવા હોસ્પિટલ આવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં એક યુવકે સાતમા માળેથી ઝંપલાવી પોતાનું જીવન મોતને વહાલું કર્યું

દર્દીને મળવા ગયો હતો હોસ્પિટલ: મૃતકના પિતા પદમ સિંહે પોલીસને આપેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર ચંદ્રપાલ સોમવારે બપોરે 3 વાગ્યે આશ્રમ જવાનું કહીને ઘરેથી નીકળી ગયો હતો. ત્યાંથી તે પોતાના ઓળખીતા વ્યક્તિને મળવા માટે આરબીએમ હોસ્પિટલ ગયો હતો. જ્યાં મંગળવારે સવારે હોસ્પિટલના છઠ્ઠા માળની બારીમાંથી ગુટખા થૂંકતી વખતે તેનો પગ લપસી જતાં તે બારીમાંથી નીચે પડી ગયો હતો. આ ઘટનામાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એવું પણ જણાવવામાં આવ્યું હતું કે મૃતક ચંદ્રપાલના પરિવારમાં બે ભાઈ અને એક બહેન છે. પિતા કડિયાકામ કરે છે. ચંદ્રપાલે હજુ લગ્ન કર્યા ન હતા.

આ પણ વાંચો: બુલંદશહરમાં એન્કાઉન્ટર 2 ગુનેગારો માર્યા ગયા, 3 પોલીસ કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત

આશ્રમમાં ટ્રાયલ બેઝ પર કરતો હતો નોકરી: તે જ સમયે, અપના ઘર આશ્રમના સંસ્થાપક ડૉ. બીએમ ભારદ્વાજે જણાવ્યું કે ચંદ્રપાલ આશ્રમમાં અસ્થાયી કર્મચારી તરીકે કામ કરતો હતો. આશ્રમમાં નિયમિત લોકોને નોકરીએ રાખતા પહેલા અમે નવા લોકોને થોડા સમય માટે ટ્રાયલ પર રાખીએ છીએ. જો કામ અને વર્તન સંતોષકારક જણાય તો તેને નિયમિત કરવામાં આવતા હોય છે. પરંતુ લગભગ 15 દિવસ પહેલા તેને કામ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.