- પૂર્વોત્તર રાજ્યોમાં વધ્યું સીમાકીય ટેન્શન
- આસામ-મિઝોરમના વિવાદિત સીમાક્ષેત્રમાં હિંસા
- બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો ટ્વિટર પર એકબીજા સાથે બાખડ્યા
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શિલોંગમાં પૂર્વોત્તરના તમામ મુખ્યપ્રધાનો યોજી તેના 2 દિવસ બાદ સોમવારે આસામ-મિઝોરમના વિવાદિત સીમાક્ષેત્રમાં હિંસા ભડકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આસામના કછાર જિલ્લા અને મિઝોરમ કોલાસિબ જિલ્લામાં સીમાવર્તી વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. જેમાં 6 જવાનોના મોત થયા છે. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
-
Shri @AmitShah ji….kindly look into the matter.
— Zoramthanga (@ZoramthangaCM) July 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
This needs to be stopped right now.#MizoramAssamBorderTension @PMOIndia @HMOIndia @himantabiswa @dccachar @cacharpolice pic.twitter.com/A33kWxXkhG
">Shri @AmitShah ji….kindly look into the matter.
— Zoramthanga (@ZoramthangaCM) July 26, 2021
This needs to be stopped right now.#MizoramAssamBorderTension @PMOIndia @HMOIndia @himantabiswa @dccachar @cacharpolice pic.twitter.com/A33kWxXkhGShri @AmitShah ji….kindly look into the matter.
— Zoramthanga (@ZoramthangaCM) July 26, 2021
This needs to be stopped right now.#MizoramAssamBorderTension @PMOIndia @HMOIndia @himantabiswa @dccachar @cacharpolice pic.twitter.com/A33kWxXkhG
મિઝોરમના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને શું કહ્યું ?
આ ઘટનાને લઈને બન્ને રાજ્યોના મુખ્યપ્રધાનો ટ્વિટર પર આમનેસામને આવી ગયા હતા. રસપ્રદ બાબત એ છે કે, બન્નેએ પોતપોતાના ટ્વિટમાં ગૃહપ્રધાન અમિત શાહને ટેગ કર્યા હતા. લાકડીઓ લઈને હિંસા પ્રસરાવી રહેલા કેટલાક લોકોનો એક વીડિયો શેર કરીને મિઝોરમના મુખ્યપ્રધાન જોરમથંગાએ અમિત શાહને હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી.
-
I am deeply pained to inform that six brave jawans of @assampolice have sacrificed their lives while defending constitutional boundary of our state at the Assam-Mizoram border.
— Himanta Biswa Sarma (@himantabiswa) July 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
My heartfelt condolences to the bereaved families.
">I am deeply pained to inform that six brave jawans of @assampolice have sacrificed their lives while defending constitutional boundary of our state at the Assam-Mizoram border.
— Himanta Biswa Sarma (@himantabiswa) July 26, 2021
My heartfelt condolences to the bereaved families.I am deeply pained to inform that six brave jawans of @assampolice have sacrificed their lives while defending constitutional boundary of our state at the Assam-Mizoram border.
— Himanta Biswa Sarma (@himantabiswa) July 26, 2021
My heartfelt condolences to the bereaved families.
આસામના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને શું કહ્યું ?
આસામના મુખ્યપ્રધાન હિંમતા બિસ્વા સરમાએ ટ્વિટ કરીને મિઝોરમના મુખ્યપ્રધાનને કહ્યું હતું કે, કોલાસિબ (મિઝોરમ)ના SP મને મારા પદ પરથી હટવાનું કહી રહ્યા છે, ત્યાં સુધી તેમના નાગરિક ન તો કોઈને સાંભળશે, ન તો હિંસા રોકશે. અમે આવી પરિસ્થિતિમાં સરકાર કેવી રીતે ચલાવી શકીએ ? આ સાથે તેમણે અમિત શાહને ટેગ કરીને લખ્યું હતું કે, આશા છે કે આપ જલ્દી જ હસ્તક્ષેપ કરશો.
164.6 કિલોમીટર લાંબી છે બન્ને રાજ્યો વચ્ચેની સરહદ
મિઝોરમના 3 જિલ્લાઓ આઈજોલ, કોલાસિબ અને કછાર આસામ સાથે 164.6 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે. સીમા નિર્ધારણને લઈને આ ક્ષેત્રોમાં ઘણા વર્ષોથી વિવાદ થતો રહે છે અને આ વખતે પણ બન્ને રાજ્યોના સ્થાનિકોએ એક-બીજા પર ઘૂસણખોરીના આક્ષેપો કર્યા છે.