- બોમ્બે હાઈકોર્ટે દેશમુખ વિરૂદ્ધ આપ્યો CBI તપાસનો આદેશ
- મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી
- દેશમુખ પર લાગેલા આરોપોની તપાસ કરશે CBI
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે આજે મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમવીર સિંહની અરજી પર સુનાવણી કરતા CBI (કેન્દ્રીય તપાસ બ્યુરો)ને આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, પરમવીર સિંહ પર લાગેલા બધા જ આરોપો ગંભીર છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના ગૃહપ્રધાન પર ગંભીર આરોપ, તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ: પીપી ચૌધરી
મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી
પરમવીર સિંહે મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. જેમાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખ પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને આ આક્ષેપ માટે CBI તપાસની માગ કરવામાં આવી હતી. આ અરજી પર બોમ્બે હાઈકોર્ટે આજે તેમનો નિર્ણય સંભળાવ્યો છે. સાથે જ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખની પણ મુશ્કેલીઓ વધી ગઈ છે.
આ પણ વાંચો: મુખ્યપ્રધાન ઉદ્ધવે અનિલ દેશમુખ વિરુદ્ધ તપાસ માટે સમિતિની રચના કરી
મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી
ગૃહપ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ પૂર્વ કમિશ્નર પરમબીર સિંહે કરેલા આક્ષેપોની તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિ છ મહિનાની અંદર રિપોર્ટ રજૂ કરશે.
પવાર દેશમુખને સતત બચાવી રહ્યાં છે, સાચું બોલી રહ્યાં નથી: ફડણવીસનો આક્ષેપ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર દ્વારા મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખના બચાવને લઇને સતત અપાતાં નિવેદનોને મહારાષ્ટ્ર ભાજપના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે પડકાર્યાં છે. ફડણવીસે મંગળવારે આક્ષેપ કર્યો હતો કે એનસીપીના વડા શરદ પવાર મહારાષ્ટ્રના ગૃહપ્રધાનની રક્ષા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને સત્ય બોલી રહ્યાં નથી.
પવારે દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી
દિલ્હીમાં શરદ પવારે પાર્ટીના ટોચના નેતાઓ સાથે 22 માર્ચ 2021ના રોજ બેઠક યોજી હતી અને નિર્ણય કર્યો હતો કે, મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખનું રાજીનામું લેવામાં આવશે નહીં. આ બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર, પ્રદેશ પ્રમુખ જયંત પાટિલ અને NCPના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન પ્રફુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.