નાગપુરઃ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે એક એવા વ્યક્તિને બહાર કાઢવાનો આદેશ આપ્યો(Important judgment of Bombay High Court) છે જે તેના માતા-પિતાને હેરાન કરે છે. જસ્ટિસ રોહિત દેવે ચુકાદો સંભળાવતા ટ્રાયલ કોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો કે જેણે તેના માતા-પિતા સાથે ગેરવર્તણૂક કરી હતી તેને બહાર કાઢવાના આદેશ આપ્યા હતા. પીડિત વૃદ્ધ દંપતી નાગપુરના હંસાપુરી વિસ્તારમાં રહે છે. જેમની ઉંમર 78 વર્ષ અને 65 વર્ષ છે. પુત્રએ તેમના ઘર પર કબજો જમાવ્યો હતો. આ વ્યક્તિના વૃદ્ધ પિતા બીમાર છે અને તેમની બાયપાસ સર્જરી કરાવવાની છે. પરંતુ તેમની પાસે સારવાર માટે પૈસા નથી. પુત્ર તરફથી કોઈ આર્થિક મદદ આપવામાં આવતી નથી.
આ પણ વાંચો - પટિયાલા હિંસા કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો
શું હતી ઘટના - વૃદ્ધ દંપતીનો પુત્ર માતા-પિતાની સેવા કરવાને બદલે મારપીટ કરતો હતો. તે જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો, જેના કારણે માતા-પિતાએ પુત્ર વિરુદ્ધ અરજી કરી હતી. પીડિત વૃદ્ધ દંપતીએ તેમના પુત્રને ઘરમાંથી કાઢી મૂકવા કોર્ટમાં અરજી કરી હતી. તેણે કોર્ટને કહ્યું કે પુત્રને ઘરમાંથી કાઢી મૂક્યા વિના તેને માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનો સંતોષ મળી શકે નહીં. ત્યારપછી, અદાલતે એ પણ શોધી કાઢ્યું હતું કે માતા-પિતાને સલામત અને સંતોષકારક વાતાવરણ પૂરું પાડવા માટે પુત્રને ઘરમાંથી કાઢી મૂકવો વાજબી છે.
આ પણ વાંચો - દિલ્હીમાં PM મોદી સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓની બેઠક, નવા-જૂનીના એંધાણ
મા-બાપને હેરાન કરશો તો ખેર નહિં - પુત્રની હેરાનગતિથી પરેશાન વૃદ્ધ દંપતીએ 21 જાન્યુઆરી 2020ના રોજ સ્થાનિક કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટે આ અંગે માતા-પિતાની ફરિયાદ સ્વીકારી હતી અને પુત્રને ઘરમાંથી કાઢી મૂકવાનો ચુકાદો આપ્યો હતો. આ પછી વ્યક્તિએ નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કેસની હકીકતોને કાયદેસર ગણીને હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો અને પુત્રને માતા-પિતાનું ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.