ETV Bharat / bharat

અભિનેતા શ્રેયસ તલપડેનું વધ્યું બ્લડપ્રેશર, મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ, શ્રેયસના સેક્રેટરીએ કહ્યુ હવે તેઓ સ્વસ્થ - શ્રેયસ તલપડેને હાર્ટ એટેક

ગોલમાલ ફેમ એક્ટર શ્રેયસ તલપડેનું શુટિંગ દરમિયાન બ્લડપ્રેશર હાઈ થઈ જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ, અભિનેતાને ગઈકાલે રાતે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 47 વર્ષીય અભિનેતા ફિલ્મોમાં તેના દમદાર અભિનય માટે છવાયેલા રહે છે, એવામાં આ પ્રકારના સમાચારે તેમના લાખો ચાહકોને ચિંતિત કરી દીધા છે.

અભિનેતા શ્રેયસ તલપડેનું વધ્યુ બ્લડ પ્રેશર

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 15, 2023, 6:30 AM IST

Updated : Dec 15, 2023, 8:25 AM IST

મુંબઈઃ બોલિવુડ અને મરાઠી ફિલ્મ અભિનેતા શ્રેયસ તલપડેને હૃદયની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, બીજી તરફ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે તેણે હાર્ટ એટેક આવ્યો છે અને એન્જીયોપ્લાસ્ટી સર્જરી કરાવી છે. જોકે, શ્રેયસના સેક્રેટરીએ કહ્યું છે કે શ્રેયસ તલપડેને હ્રદય રોગના કારણે નહીં પરંતુ હાઈ બ્લડ પ્રેશરના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સ્વસ્થ છે શ્રેયસ તલપડે: શ્રેયસ તલપડેને હાલ તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, શ્રેયસના સેક્રેટરીએ જણાવ્યું છે કે, હવે તેમની તબિયત સ્વસ્થ છે અને આજે હોસ્પિટલમાંથી તેમને રજા મળી શકે તેમ છે. તેમના સેક્રેટરીએ એ પણ જણાવ્યું હતું કે, શૂટિંગ દરમિયાન તેમનું બ્લડ પ્રેશર વધી ગયુ હતું અને જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

શ્રેયસનું વ્યસ્ત શેડ્યૂલ: શ્રેયસ તલપડે ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય અભિનેતાઓમાંના એક છે અને તે ઘણીવાર કોમેડી અથવા ગંભીર પ્રકારની ફિલ્મોમાં દર્શકોનું મનોરંજન કરે છે. તલપડે હિન્દી તેમજ મરાઠી સિનેમામાં તેમના દમદાર અભિનય માટે લોકપ્રિય છે. જો શ્રેયસ તલપડેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો અભિનેતા 'વેલકમ ટુ ધ જંગલ'માં અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મમાં તલપડેની સાથે અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, લારા દત્તા, સુનીલ શેટ્ટી, સંજય દત્ત, પરેશ રાવલ, રવિના ટંડન, દિશા પાટની, અરશદ વારસી, રાજપાલ યાદવ, જોની લીવર, કીકુ શારદા, કૃષ્ણા અભિષેક, તુષાર કપૂર અને અન્ય ઘણા બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતાઓ મહત્વની ભૂમિકામાં છે.

  1. જૂનિયર મેહમૂદ કેન્સર સામે જીવનની લડાઈ હારી ગયા, મોડી રાત્રે મુંબઈમાં લિધા અંતિમ શ્વાસ
  2. CIDના 'ઇન્સ્પેક્ટર ફ્રેડરિક્સ' નથી રહ્યા, લીવર ડેમેજ થવાથી અભિનેતા દિનેશ ફડનીસનું નિધન

Last Updated : Dec 15, 2023, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.