ઉત્તર પ્રદેશ અમરોહા જિલ્લાના આદમપુર પોલીસ સ્ટેશન વિસ્તાર (Murder Child In Uttar Pradesh) હેઠળના મલકપુર ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 23 ઓગસ્ટથી ઘરમાંથી ગુમ થયેલા બે વર્ષના બાળકના શરીરના અંગો (Body Parts Child Found In Uttarprdesh) ગામમાં ખેતરમાંથી મળી આવ્યા હતા. જેના કારણે હોબાળો મચી ગયો હતો. અમરોહામાં તંત્ર મંત્રના મામલામાં પોલીસે માસૂમના પિતાની ફરિયાદ પર કેસ નોંધ્યો છે.
આ પણ વાંચો મુંદ્રા કેસ મામલે NIAના ગુજરાત સહિત અન્ય 3 રાજ્યોમાં દરોડા
અપહરણ બાદ ઘાતકી હત્યા ઘરમાં સૂતેલા 2 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કર્યા બાદ તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. મૃતદેહના વિકૃત ભાગોને બોરીઓમાં ભરીને ગંગાના કિનારે ફેંકી દેવામાં આવ્યા હતા. જ્યારે બુધવારે માસૂમના વિકૃત અંગો મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે ગુન્હો નોંધી હત્યાની આશંકા સાથે બાળકની કાકીને કસ્ટડીમાં લીધી છે. આ ઘટનાથી સનસનાટી ફેલાઈ ગઈ છે.
ખાટલા પરથી બાળક ઉઠાવી ગયા આદમપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ મલકપુરમાં રહેતા રમેશનો બે વર્ષનો પુત્ર યશ કુમાર સોમવારે ઘરમાં ખાટલા પર સૂતો હતો. રમેશ કોઈ કામ અર્થે શહેરમાં ગયો હતો, જ્યારે પત્ની રાજબાલા પશુઓ માટે ઘાસચારો લેવા ગઈ હતી. છોકરાની નજીક રહેતી દાદી ગંગાદેઈ બપોરે કોઈ કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. આ દરમિયાન કોઈ વ્યક્તિ ખાટલા પરથી બાળકને ઉઠાવીને લઈ ગયું હતું. ઘણી શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અપહરણની શક્યતા વ્યક્ત કરતાં રમેશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે અજાણ્યા વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો હતો.
500 મીટર દૂર કપાયેલા અંગો મળ્યા ગામથી લગભગ 500 મીટર દૂર, ગંગાના પાળા પાસે બાળકના કપાયેલો પગ અને અન્ય અંગો એક બોરીમાં મળી આવ્યા હતા. કપડાના આધારે નિર્દોષની ઓળખ થઈ હતી. પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. બધા ગ્રામજનોનું ટોળું એકઠું થયું. પોલીસે ઘટનાસ્થળેથી મળેલા અંગોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે, જ્યારે માસૂમના ગુમ થયેલા માથા અને અન્ય અવશેષોની શોધ ચાલુ છે. પોલીસને શંકા છે કે બાળકની હત્યા ક્રોધના કારણે કરવામાં આવી છે.
આ પણ વાંચો જ્વેલર્સ શોપમાં કામ કરતો કર્મચારી કરોડો રૂપિયાના દાગીના લઈને ફરાર
કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા આદમપુર પોલીસ સ્ટેશને ફરીયાદના આધારે મૃતક એસ કુમારના પરિવારના કેટલાક લોકોને કસ્ટડીમાં લઈને સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરી છે. માહિતી મળતા જ સર્કલ ઓફિસર અરુણ કુમાર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેણે જણાવ્યું હતું કે, બાળક એક દિવસ પહેલા જ ગુમ થઈ ગયો હતો. બુધવારે સાંજે બાળકના શરીરના ટુકડા મળી આવ્યા હતા. કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.