ઉત્તરાખંડ લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલાના અંતિમ સંસ્કાર (Funeral of Lance Naik Chandrasekhar Herbola) આજે રાણીબાગના ચિત્રશિલા ઘાટ ખાતે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે કરવામાં આવ્યા હતા. શહીદ લાન્સ નાયક ચંદ્રશેખર હર્બોલાની બન્ને પુત્રીઓ કવિતા અને બબીતાએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો (daughters performed last rites of father). આ દરમિયાન, શહીદના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઘાટ પર હાજર રહ્યા હતા. સેના, પ્રશાસન અને પોલીસના જવાનોએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પી હતી (Tribute to Shaheed Jawan). CM ધામી, કેબિનેટ પ્રધાન રેખા આર્ય, ગણેશ જોશી અને વિપક્ષના નેતા યશપાલ આર્ય પણ શહીદના પરિવારજનોને મળ્યા હતા.
CM ધામી પણ રહ્યા ઉપસ્થિત ઉલ્લેખનીય છે કે, આજે આર્મી જવાન લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલાના પાર્થિવ દેહને હલ્દવાનીમાં આર્મી હેલિપેડ પર લાવવામાં આવ્યો હતો. અહીંથી પાર્થિવ દેહને તેમના સરસ્વતી વિહાર કોલોની સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન, સ્થાનિક લોકોથી લઈને VIPઓએ શહીદને યાદ કરીને તેમને નમન કર્યા હતા. CM ધામી પણ શહીદના ઘરે દર્શન માટે પહોંચ્યા હતા. CM ધામીએ લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલાના પરિવારજનો સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના પાઠવી હતી.
હર્બોલાની યાદોને લશ્કરી ધામમાં સ્થાન આ દરમિયાન CM ધામીએ કહ્યું કે, શહીદ ચંદ્રશેખર હર્બોલાના બલિદાનને યાદ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે, તેમનું બલિદાન આવનારી પેઢીઓ માટે બોધપાઠ છે. ચંદ્રશેખર હર્બોલા એક પરિવારના નથી, તે આખા દેશના છે. તેમણે કહ્યું કે, તેમની યાદોને લશ્કરી ધામમાં પણ રાખવામાં આવશે. તેમના નામે શાળા, રોડ અને સ્મારકની માંગના પ્રશ્ન પર બોલતા CM ધામીએ કહ્યું કે, પરિવારની લાગણીને માન આપીને તેમની માંગણીઓ પર ચોક્કસપણે વિચાર કરવામાં આવશે. આ દરમિયાન, મુખ્યપ્રધાન સાથે કેબિનેટ પ્રધાન રેખા આર્ય, ગણેશ જોશી અને વિપક્ષના નેતા યશપાલ આર્ય પણ હાજર હતા.
અંતિમ સંસ્કારમાં આંખો થઈ ભીની આ પછી, સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે શાહદીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં ભારત માતા કી જય, શહીદ ચંદ્રશેખર હર્બોલા અમર રહેના નારા ગુંજી ઉઠ્યા હતા. અંતે, લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલાને રાણીબાગના ચિત્રશિલા ઘાટ ખાતે સંપૂર્ણ લશ્કરી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, દરેકની આંખો ભીની જોવા મળી હતી.
વર્ષોથી તેમના મૃતદેહને જોવા માટે રાહ 1984 માં સિયાચીનમાં પાકિસ્તાની સૈનિકો સાથેની અથડામણ દરમિયાન શાંતિ દેવીને તેમના પતિના ગુમ થયાની જાણ થયા બાદ તેઓ છેલ્લા 38 વર્ષથી તેમના મૃતદેહને જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. તેણે જણાવ્યું કે, લગ્નના નવ વર્ષ બાદ તેનો પતિ ગુમ થઈ ગયો હતો અને તે સમયે તે માત્ર 28 વર્ષની હતી, જ્યારે તેની મોટી પુત્રી ચાર વર્ષની હતી અને બીજી પુત્રી દોઢ વર્ષની હતી. જો કે, શાંતિ દેવીએ કહ્યું કે, તેણે જીવનના તમામ અવરોધો અને પડકારોનો સામનો કરીને શહીદની બહાદુર પત્ની તરીકે બાળકોને ઉછેર્યા છે.
હર્બોલા સહિત પાંચ જવાનો લાપતા શાંતિ દેવીના જણાવ્યા અનુસાર, જ્યારે તેમના પતિ જાન્યુઆરી 1984માં છેલ્લી વખત ઘરે આવ્યા હતા, ત્યારે તેમણે જલ્દી પાછા આવવાનું વચન આપ્યું હતું. જો કે, તેણીએ કહ્યું કે તેણીને ગર્વ છે કે તેના પતિએ પરિવારને આપેલા વચન કરતાં દેશ પ્રત્યેની તેમની ફરજને પ્રાથમિકતા આપી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારહાટના રહેવાસી હર્બોલા 1975માં સેનામાં જોડાયા હતા અને 1984માં સિયાચીનમાં ભારત પાકિસ્તાન વચ્ચે અથડામણ થઈ ત્યારે હર્બોલા સહિત 20 સૈનિકોને ઓપરેશન મેઘદૂત હેઠળ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા મોકલ્યા હતા. આ દરમિયાન, બર્ફીલા તોફાનને કારણે તમામ સૈનિકો બર્ફીલા ખડક સાથે અથડાઈ ગયા હતા. બાદમાં અકસ્માતમાં શહીદ થયેલા 15 જવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, પરંતુ હર્બોલા સહિત પાંચ જવાનોના મૃતદેહ મળી શક્યા ન હતા.