- હિન્દ-પ્રશાંત વિસ્તારમાં સહયોગને વિસ્તારિત કરવા જેવા વિષયો પર ચર્ચા કરી
- એન્ટોની બ્લિંકન ભારતના 2 દિવસના પ્રવાસે
- એસ જયશંકર અને ડોભાલ સાથે કરી મુલાકાત
નવી દિલ્હી: બે દિવસીય ભારતની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશ પ્રધાન એન્ટોની બ્લિન્કને બુધવારે નવી દિલ્હીમાં વિદેશ પ્રધાન એસ જયશંકરને મળ્યા હતા. આ સાથે, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ દરમિયાન બ્લિન્કને કહ્યું, ' હું એ કામની સરાહના કરૂ છું જે અમે સાથે મળીને કરી શકીએ છીએ અને આગામી મહિનામાં અમે જે કામ કરી રહ્યા છીએ.'
અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકન (Antony Blinken) ભારતના 2 દિવસના પ્રવાસ પર છે. તો આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદી (PM Modi), વિદેશ પ્રધાન એસ જયશંકર(External Affairs Minister S Jaishankar) અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (National Security Advisor Ajit Doval) સાથે મુલાકાત કરી હતી. તો આ દરમિયાન તેઓ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત કરવા તથા અફધાનિસ્તાનમાં ઝડપથી બદલી રહેલી સુરક્ષા સ્થિતિ પર વિમર્શ અને ક્વાડ તંત્ર મુજબ હિન્દ-પ્રશાંત વિસ્તારમાં સહયોગને વિસ્તારિત કરવા જેવા વિષયો પર ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: કોરોના સામેની લડાઈમાં અમે ભારતની સાથે છીએઃ અમેરિકા
હિન્દ-પ્રશાંત વિસ્તારમાં સહયોગને વિસ્તારિત કરવા જેવા વિષયો પર ચર્ચા કરશે
એન્ટોની બ્લિંકન બે દિવસના ભારત પ્રવાસને લઈને મંગળવારના રોજ દિલ્હી પહોંચ્યા છે. એન્ટોની બ્લિંકનની નવી દિલ્હીના પ્રવાસની સાથે જ વોશિંગટનને ભારતના એક અગ્રણી વૈશ્વિક શક્તિ અને અમેરિકાનું મહત્વપૂર્ણ ભાગીદારનો કરાર આપ્યો છે.
એન્ટોની બ્લિંકન ભારતના 2 દિવસના પ્રવાસે
અમેરિકી વિદેશ વિભાગે મંગળવારે બ્લિંકનના નવી દિલ્હી આવ્યા બાદ એક પત્રમાં જણાવ્યું હતું કે, અમેરિકા ભારતને અગ્રણી વૈશ્વિક શક્તિ તરીકે અને વ્યૂહાત્મક હિન્દ-પ્રશાંતને શાંતિ અને સ્થિરતાના ક્ષેત્રમાં બનાવવામાં એક વ્યાપક ભાગીદાર તરીકે ભારતના ઉદભવને સમર્થન આપે છે અને તેની ભૂમિકા સ્વીકારે છે.
આ પણ વાંચો: પેલેસ્ટાઇનો માટે 360 મિલિયન ડોલરની સહાયતા કરશે અમેરિકા
બ્લિંકન વડાપ્રધાન મોદી, એસ જયશંકર અને ડોભાલ સાથે કરશે મુલાકાત
ભારતમાં અમેરિકી દુતાવાસ દ્વારા સંવાદદાતઓ સાથેના આ તથ્ય પત્રમાં જણાવ્યું હતું કે, ભારત એક અગ્રણી વૈશ્વિક શક્તિ છે અને ભારત-પેસિફિકમાં અને તેનાથી આગળ યુ.એસ.નો એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. ભારત રવાના થતા પહેલા બ્લિન્કને કહ્યું હતું કે, તેઓ હિન્દ-પ્રશાંત અને મધ્ય પૂર્વમાં સહયોગને કેવી રીતે વધારશે તેના માટે તેમના ભારતીય ભાગીદારો સાથે ચર્ચા કરવા આગળ ઉત્સુક છે.