- રાજ્યમાં વધી રહ્યાં છે બ્લેક ફંગસના કેસ
- બિહારમાં 174 કેસ આવ્યા સામે
પટના: કોરોના મહામારીના સમયમાં બ્લેક ફંગસનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. જેના કારણે બિહાર સરકાર દ્વારા બ્લેક ફંગસનો ખતરો વધારી દીધો છે. બિમારીના કારણે અનેક લોકો આ બિમારીનો ભોગ બની ચુક્યા છે અને રોજ અનેક કેસ સામે આવી રહ્યાં છે. બ્લેક ફંગસ બહારથી શરીરમાં પ્રવેશી આંખ અને મગજ સુધી પહોંચે છે અને મગજને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. બિહારમાં પણ હવે આ રોગના ઘણાં કેસ સામે આવી રહ્યાં છે અને આ પ્રદેશમાં મહામારીનું સ્વરૂપ લઇ રહ્યું છે.
બિહારમાં બ્લેક ફંગસના 174 કેસ આવ્યા સામે
બ્લેક ફંગસની બિમારી દર્દીઓને આંધળા કરી શકે છે. જેના કારણે ઘણા રાજ્યોએ આને મહામારી જાહેર કરી છે. આપને જણાવી દઇએ કે બિહારમાં બ્લેક ફંગસના આંકડો વધીને 174એ પહોંચી ગયો છે.
વધુ વાંચો: ભારતમાં વધી રહ્યાં છે મ્યુકરમાઇકોસિસના કેસ
શું છે બ્લેક ફંગસ ?
મ્યુકરમાઇકોસિસને બ્લેક ફંગસના નામથી ઓળખવામાં આવે છે. આ એક ખૂબ જ ઓછું જોવા મળતું સંક્રમણ છે. જે ફૂગના કારણે ફેલાય છે. સામાન્ય રીત તે માટીમાં, સડેલા શાક અને શાકભાજીમાં થાય છે. આ ફંગસ સાયનસ, મગજ અને ફેફસાને નુકસાન પહોંચાડે છે. ઓછી ઇમ્યુનિટીવાળા લોકો અને ડાયાબિટીસના દર્દીઓમાટે આ રોગ જીવલેણ સાબિત થઇ શકે છે.
વધુ વાંચો: હરિયાણા સરકારે બ્લેક ફંગસને નોટિફાઇડ રોગ તરીકે જાહેર કરી દીધો