હૈદરાબાદ: ભારતીય જનતા પાર્ટી (BJP) ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક (BJP National Executive meeting in Hyderabad) શનિવારે હૈદરાબાદ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MOdi Hyderabad Visits), રાજ્યસભામાં પાર્ટીના નેતા પીયૂષ ગોયલ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ દીપ પ્રગટાવીને કાર્ય સમિતિની બેઠકની શરૂઆત કરી હતી. પાર્ટીના નેતાઓએ મંચ પર ભારત માતા અને જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી અને પાર્ટીના વિચારક દીનદયાલ ઉપાધ્યાયના ફોટાને પણ માળા પહેરાવી હતી.
માત્ર 3 નેતાઓને જ સ્ટેજમાં સ્થાન : આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત પાર્ટીના તમામ ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન સ્ટેજ પર માત્ર નેતાઓને જ બેસવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉદ્ઘાટન બાદ મોદી, નડ્ડા બીજા અને ગોયલ ત્રીજા બેઠા હતા. કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ વડાપ્રધાનને પુષ્પગુચ્છ આપીને કાર્યક્રમમાં આવકાર્યા હતા, જ્યારે પાર્ટીના તેલંગાણા એકમના પ્રમુખ બી સંજય કુમારે સ્મૃતિચિહ્ન આપીને નડ્ડાનું સ્વાગત કર્યું હતું. કાર્યકારી સમિતિની બેઠકની ઔપચારિક શરૂઆત પહેલા ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી, જેમાં કાર્યકારી સમિતિનો એજન્ડા ફાઈનલ કરવામાં આવ્યો હતો. બે દિવસીય રાષ્ટ્રીય કાર્ય સમિતિ રવિવારે વડાપ્રધાન મોદીના ભાષણ સાથે સમાપ્ત થશે. તેઓ રવિવારે સાંજે હૈદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે 'વિજય સંકલ્પ રેલી'ને પણ સંબોધિત કરશે.
-
Glimpses of BJP National Executive Meeting being held at HICC Hyderabad. #BJPNECInTelangana pic.twitter.com/4xFWDsDKXH
— BJP (@BJP4India) July 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Glimpses of BJP National Executive Meeting being held at HICC Hyderabad. #BJPNECInTelangana pic.twitter.com/4xFWDsDKXH
— BJP (@BJP4India) July 2, 2022Glimpses of BJP National Executive Meeting being held at HICC Hyderabad. #BJPNECInTelangana pic.twitter.com/4xFWDsDKXH
— BJP (@BJP4India) July 2, 2022
ભાજપના મોટા નેતાઓએ ભાગ : લીધો હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય (bjp national working committee meeting 2022) બેઠકનું ઉદ્ઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્યું હતું. તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં આયોજિત (BJP Meetings in Hyderabad) આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના લગભગ તમામ મોટા નેતાઓ ભાગ લેશે. વડાપ્રધાન મોદી આજે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા હૈદરાબાદ જઈ રહ્યા છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન કેસીઆર પીએમ મોદીને રિસીવ કરવા એરપોર્ટ નહીં જાય. છ મહિનામાં આ ત્રીજી વખત બનશે જ્યારે સીએમ કેસીઆર પીએમને રિસીવ કરવા એરપોર્ટ નહીં જાય.
જનતાના પૈસાનો દુરુપયોગ: ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠકમાં ભાગ લેવા પહોંચેલા કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ કહ્યું કે, સીએમનો પુત્ર સીએમ ન બની શકે. તેમણે કહ્યું કે, તેલંગાણામાં ભાજપ મજબૂત થઈ રહ્યો છે, તેઓ (TRS)ને ડર છે કે તેમની ખુરશી જતી રહેશે. તેઓ અમારી વિરુદ્ધ જાહેરાત કરવા માટે જનતાના પૈસાનો દુરુપયોગ કરી રહ્યા છે. કેસીઆર તેલંગાણામાં અટપટી રાજનીતિ કરી રહ્યા છે.
-
#WATCH | Telangana: Dance performances outside the International Convention Centre in Hyderabad where BJP's two-day national executive meeting will begin today. pic.twitter.com/JPRwGQodDF
— ANI (@ANI) July 2, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Telangana: Dance performances outside the International Convention Centre in Hyderabad where BJP's two-day national executive meeting will begin today. pic.twitter.com/JPRwGQodDF
— ANI (@ANI) July 2, 2022#WATCH | Telangana: Dance performances outside the International Convention Centre in Hyderabad where BJP's two-day national executive meeting will begin today. pic.twitter.com/JPRwGQodDF
— ANI (@ANI) July 2, 2022
સરકાર પર આકરા પ્રહારો: ભારતીય જનતા પાર્ટી (BJP)ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્ય સમિતિની (BJP National Executive meeting in Hyderabad) બેઠકમાં તેલંગાણામાં પાર્ટીની ઘુસણખોરી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી (BJP Meetings in Hyderabad) શક્યતા છે. ભાજપના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે, તેમનુ બહાર નીકળવાનું કાઉન્ટડાઉન (bjp national working committee meeting 2022) શરૂ થઈ ગયું છે. ભાજપના મહાસચિવ તરુણ ચુગે એક પ્રેસ કોન્ફરન્સમાં રાવ પર પ્રહાર કરતા કહ્યું કે, તેઓ તેમના 3000 દિવસના કાર્યકાળ દરમિયાન 30 કલાક પણ તેમની ઓફિસમાં ગયા નથી અને તેમણે કુટુંબ શાસનને પ્રોત્સાહન આપવા માટે "રંગીન સાંજ વિતાવી" સમય પસાર કર્યો અને રાજ્યની રચના માટે બલિદાન આપનારાઓની અવગણના કરી.
આ પણ વાંચો: ઉદયપુર હત્યાકાંડના દોષિતોને હાઈ સિક્યોરિટી જેલમાં ખસેડવામાં આવ્યા
3 જુલાઈએ જાહેર સભાનું આયોજન: તેલંગાણામાં સત્તા પર આવવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, પાર્ટીએ તેના નેતાઓને રાજ્યની 119 વિધાનસભા મતવિસ્તારોમાં જમીનની સ્થિતિ જાણવા માટે મોકલ્યા છે અને વર્કિંગ કમિટીની (EYES ON INCREASING PENETRATION IN TELANGANA) બેઠક પૂરી થયા પછી જ 3 જુલાઈએ એક જાહેર સભાનું આયોજન કરશે જેનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે. ચુગે કહ્યું કે, લાખો લોકો ઉપરાંત, રાજ્યભરના 35,000 થી વધુ બૂથમાંથી ભાજપના કાર્યકરો વડાપ્રધાન મોદીની જાહેર સભામાં હાજરી આપશે. ચુગે દાવો કર્યો હતો કે, 2023ના અંત સુધીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા સંભવિત સમયગાળાના સંદર્ભમાં, મોદીની બેઠક પછી રાવ માત્ર 520 દિવસ માટે સત્તામાં રહેશે.
આ પણ વાંચો: નુપુર શર્મા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ દિલ્હી પોલીસ એક્શનમાં, કરી આ સ્પષ્ટતા
પાર્ટીના ટોચના નેતાઓ એકત્ર: બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ હૈદરાબાદ પહોંચ્યા બાદ રોડ શો કર્યો, જ્યાં 18 વર્ષ બાદ પાર્ટીની નેશનલ વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ રહી છે. હૈદરાબાદ કન્વેન્શન સેન્ટરમાં શનિવારે ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્ય સમિતિ શરૂ થવા જઈ રહી છે, જેમાં પાર્ટીના ટોચના નેતાઓ એકત્ર થશે. કાર્યકારી સમિતિમાં દેશભરમાંથી લગભગ 350 સભ્યો છે. નડ્ડાએ સાંજે પાર્ટીના મહાસચિવોની બેઠકની અધ્યક્ષતા કરી હતી જ્યાં રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પાર્ટી બે ઠરાવ પસાર કરી શકે છે. રાજ્ય માટે પાર્ટીના પ્રભારી ચુગે કહ્યું કે મોદી રાષ્ટ્રીય કાર્યકારિણીના દરેક સત્રમાં હાજરી આપશે.