કોલકાતા: ભારતીય જનતા પાર્ટીએ રવિવારના રોજ ઘોષણા કરી હતી કે, તેઓ પશ્ચિમ બંગાળમાં 8 નવેમ્બર એટલે કે આજથી સતત 5 દિવસ માટે રેલી યોજશે અને મમતા બેનરજીની સરકાર પાસે પેટ્રોલ તથા ડીઝલ પર વેટ ઘટાડવાની માગ કરશે.
બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ રાજુ બેનરજીએ કહ્યું કે, તેઓ સોમવારે બપોરે 1 વાગ્યે કોલકાતા સ્થિત પાર્ટી મુખ્યાલય ખાતેથી પ્રથમ રેલી યોજશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પાર્ટી દ્વારા આગામી 5 દિવસમાં રાજ્યના વિવિધ શહેરોમાં આ પ્રકારે રેલીઓ યોજશે.
કેન્દ્ર સરકારે 4 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદક શુલ્કમાં ક્રમશ: 5 અને 10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો કર્યો હતો. આ સાથે જ કેન્દ્રએ રાજ્યોને પેટ્રોલિયમ પેદાશો પબર વેટ ઘટાડવા માટે અનુરોધ કર્યો હતો.