- નુસરતે બાયોમાં પોતે પરણિત હોવાનો ઉલ્લેખ કર્યો હતો
- BJP સાંસદે TMC સાંસદ નુસરત જહાંના લગ્નના વિવાદ મામલે કરી અપીલ
- મુદ્દો સંસદની એથિક્સ કમિટી સુધી પહોંચાડવાની માગ
કલકત્તા: પશ્ચિમ બંગાળનાં સાંસદ અને TMC નેતા નુસરત જહાં(Nusrat jahan)ના લગ્નનો વિવાદ લોકસભા સુધી પહોંચી ગયો છે. BJP સાંસદ સંઘમિત્રા મૌર્ય(Sanghmitra Maurya)એ લોકસભા સ્પિકર ઓમ બિરલા(Om Birla)ને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે નુસરતનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ્દ કરવાની માગ કરી છે.
આ પણ વાંચો: TMC સાંસદ અને બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ કર્યો ખૂલાસો, "મારા લગ્ન ગેરકાયદેસર છે"
સંઘમિત્રા મૌર્યએ નુસરત વિરૂદ્ધ યોગ્ય પગલા લેવાની કરી માગ
સંઘમિત્રા મૌર્યએ જણાવ્યું હતું કે, TMC સાંસદ નુસરત જહાંએ નિખિલ જૈન સાથે પરણિત હોવાનું જણાવ્યું હતું. તેમણે લોકસભાના શપથ પણ રૂહી જૈન તરીકે લીધા હતાં. હવે તે દાવો કરે છે કે, તેમના લગ્ન અમાન્ય છે, માટે મેં આ મુદ્દે કાર્યવાહી કરવા સ્પિકરને અપીલ કરી છે. સંઘમિત્રા મૌર્યએ માગ કરી છે કે, આ મુદ્દો સંસદની એથિક્સ કમિટી સુધી પહોંચવો જોઈએ, સાથે જ તપાસ હાથ ધરી નુસરત વિરૂદ્ધ યોગ્ય પગલા લેવા જોઈએ.