ભોપાલ: વારાણસીના જ્ઞાનવાપીના (Gyanvapi Mosque Issue) મુદ્દા પર ન્યૂઝ ડીબેટ વખતે મોહમ્મદ પયગંબર વિશે ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માએ (Nupur Sharma Statement Controversy) બાફી માર્યું હતું. જેના કારણે દેશ અને દુનિયામાં અનેક પ્રકારની ચર્ચા સાથે એનો વિરોધ થઈ રહ્યો છે. આ વિષયમાં ભાજપ પક્ષ અને સરકાર ચોખવટ (Central And BJP Specification) કરી રહ્યો છે. એવામાં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે (Bhopal MP Pragya Thakur ) નુપુર શર્માનું સમર્થન કર્યું છે. પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. પણ એનું ટ્વિટ ભાજપમાં અનેક મુદ્દાઓને વિચારવા પ્રેરે છે.
-
हमें भी तकलीफ होती है साहब जब लोग हमारे देव को फव्बारा कहते हैं। सनातन संस्कृति है कि-
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) June 7, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
@OrgRss @BJP4India pic.twitter.com/z2w2k9h1Pw
">हमें भी तकलीफ होती है साहब जब लोग हमारे देव को फव्बारा कहते हैं। सनातन संस्कृति है कि-
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) June 7, 2022
@OrgRss @BJP4India pic.twitter.com/z2w2k9h1Pwहमें भी तकलीफ होती है साहब जब लोग हमारे देव को फव्बारा कहते हैं। सनातन संस्कृति है कि-
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) June 7, 2022
@OrgRss @BJP4India pic.twitter.com/z2w2k9h1Pw
આ પણ વાંચો: મુસેવાલ હત્યાકાંડ: પૂણેથી બે આરોપીઓની ધરપકડ, દિલ્હી પોલીસે કર્યો મોટો ઘટસ્ફોટ
જય હિન્દુત્વનો નારો: પ્રજ્ઞાસિંહ ઠાકુરે ટ્વિટ કરતા કહ્યું હતું કે, સાચું કહેવું જો બગાવત હોય તો સમજી અમે પણ બળવાખોર છીએ. જય સનાતન, જય હિન્દુત્વ, જ્યારે અમારા દેવને કોઈ ફુવારો કહે છે ત્યારે અમને તકલીફ થાય છે. પ્રજ્ઞાસિંહને નગર નિગમની ચૂંટણી માટેની કમિટીમાં સ્થાન મળ્યું નથી. જે મામલે તેમણે એક ટ્વીટ કરીને પોતાની પીડાને વાચા આપી છે. તારીખ 27 મેના રોજ એક ન્યૂઝ ચેનલ પર ડિબેટ દરમિયાન ભાજપની રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા પેનલમાં બેઠા હતા. પછી અન્ય એક વ્યક્તિ સાથે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ દરમિયાન નુપુર શર્માએ મોહમ્મદ પયગંબર વિશે વાંધાજનક શબ્દો પ્રયોગ કરીને ટિપ્પણી કરી હતી. જોકે, આ મામલે નુપુર શર્માને ભાજપે પ્રવક્તા પદેથી રજા આપી દીધી હતી.
-
सच कहना अगर वगावत है तो समझो हम भी वागी हैं।
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) June 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
जय सनातन, जय हिंदुत्व...
">सच कहना अगर वगावत है तो समझो हम भी वागी हैं।
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) June 9, 2022
जय सनातन, जय हिंदुत्व...सच कहना अगर वगावत है तो समझो हम भी वागी हैं।
— Sadhvi Pragya singh thakur (@SadhviPragya_MP) June 9, 2022
जय सनातन, जय हिंदुत्व...
આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ: મોહમ્મદ પયગંબર વિશેની ટિપ્પણીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદ થયો હતો. જેમાં હવે પૂર્ણવિરામ મૂકાતું નથી. ખાડીના દેશોએ રોષ વ્યક્ત કર્યા બાદ સરકાર અને ભાજપે ચોખવટ કરવી પડી એવો હોબાળો મચી ગયો હતો.મોટાભાગના ઈસ્લામિક દેશોએ ભારત સરકારનો વિરોધ કર્યો છે. જેને શાંત પાડવા માટે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, ટીવી ડિબેટમાં થતા નિવેદનો, સોશિયલ મીડિયા પરની ટિપ્પણીઓ અને એવા કોઈ ટ્વીટ સાથે અમારે કોઈ લેવાદેવા નથી. કોઈનો ખાનગી મત સરકારનો ન હોઈ શકે. હવે આ પ્રકારની ટ્વિટ સામે સંબંધીત તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે.
- — Nupur Sharma (@NupurSharmaBJP) June 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— Nupur Sharma (@NupurSharmaBJP) June 5, 2022
">— Nupur Sharma (@NupurSharmaBJP) June 5, 2022
આ પણ વાંચો: જ્ઞાનવાપી બાદ શું હવે આ મસ્જિદનો વારો? હિન્દુ સંગઠનોએ ધમકી આપતા જામિયામાં પોલીસના ધાડેધાડા
દસ વ્યક્તિ સામે ફરિયાદ: મોહમ્મદ પયગંબર સામે ટિપ્પણીની ઘટના બાદ થયેલા વિવાદ વચ્ચે દિલ્હી પોલીસે ગુરૂવારે લોકોની ધાર્મિક લાગણીઓને ઉશ્કેરી સમાજમાં અલગતા વાદને પ્રત્સાહિત કરવાના આરોપસર પત્રકાર સબા નક્વી, AIMIM નેતા અસદ્દુદિન ઓવૈસી, શદાબ ચૌહાણ, મૌલાના મુફ્તિ નદીમ, નુપુર શર્મા, નવીન જિંદાલ અને નરસિહાનંદ સહિત દસ વ્યક્તિઓ સામે કેસ દાખલ કરી દીધા છે. આ યાદીમાં સૌથી વિવાદીત નામ પત્રકાર સબા નક્વીનું છે. જેણે સરકારની વિરૂદ્ધમાં ઘણા બધા આર્ટિકલ લખ્યા છે. ટ્વીટના માધ્યમથી સરકાર સામે પ્રશ્નો ઊભા કર્યા છે.