- દરેક બુથ પર 10 ટકા મુસ્લિમ મતો માટે લડવાની રણનીતિ
- ભાજપને મુસ્લિમ કાર્યકરો અને નેતાઓની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક
- કેન્દ્ર અને રાજ્ય સરકારે મુસ્લિમો સાથે ક્યારેય ભેદ કર્યો નથી : મીડિયા પ્રભારી
લખનઉ, ઉત્તરપ્રદેશ : ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની ચૂંટણી 2022 ( UP Assembly Elections 2022)ને લઈને દરેક બુથ પર 10 ટકા મુસ્લિમ મતો માટે લડવાની રણનીતિ બનાવી રહી છે. આ અંતર્ગત, મોદી અને યોગી સરકાર( Yogi Government )ની યોજનાઓ દ્વારા મુસ્લિમોને આપવામાં આવતા લાભોની જાણકારી આપશે. ભારતીય જનતા પાર્ટી તેના લઘુમતી મોરચા ( Minority Front In BJP )ને વધુ મજબૂત કરી રહી છે. આ તબક્કે, તે મુસ્લિમ કાર્યકર્તાઓની સંખ્યા 50,000 સુધી લઈ જવા માંગે છે.
ભાજપ દ્વારા લઘુમતી મોરચાને મજબૂત બનાવવાનો પ્રયાસ
ભારતીય જનતા પાર્ટીએ 'સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ' ના ધ્યેયને અનુસરવા માટે એક મોટું અભિયાન શરૂ કર્યું છે. ભાજપ તેના લઘુમતી મોરચાને મજબૂત બનાવી રહ્યો છે. ભાજપે તેના વર્તમાન કાર્યકરો અને નેતાઓની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક શરૂ કર્યો છે. ગરીબ મુસ્લિમોને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહ્યો છે, જેના કારણે ભાજપ મત અંગે આશાવાદી છે. ભાજપ અપેક્ષા રાખે છે કે, ગામના ગરીબ મુસ્લિમો જૂની માન્યતાઓને તોડીને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પોતાની યોજનાઓના નામે ભાજપને મત આપશે.
ટૂંક સમયમાં 44,000 લઘુમતી કાર્યકરોની ટીમ
ભાજપના લઘુમતી મોરચાના લગભગ 44,000 સભ્યોને રાજ્યભરમાં લઘુમતીઓ વચ્ચે કામ કરવા માટે તૈનાત કરવામાં આવી રહ્યા છે. તેઓ મુસ્લિમ વિસ્તારોમાં જશે અને કેન્દ્ર તેમજ યોગી સરકાર દ્વારા લઘુમતીઓની સુધારણા માટે કરવામાં આવેલા કાર્યોની જાણકારી આપશે. રાજ્ય ભાજપના લઘુમતી સેલમાં હાલમાં લગભગ 20,000 નેતાઓ અને કાર્યકરો છે. ટૂંક સમયમાં 44,000 કાર્યકરોની ટીમ તૈયાર કરવામાં આવશે. તેઓ મુસ્લિમો વચ્ચે આદિત્યનાથ અને નરેન્દ્ર મોદી સરકારોની સિદ્ધિઓ વિશે જણાવશે.
2017માં માયાવતીએ ભાજપની જીત માટે EVM ને જવાબદાર ગણાવ્યું
2019 માં જ્યારે કેન્દ્ર સરકાર ત્રિપલ તલાકને અપરાધ જાહેર કરતો કાયદો લાવ્યો હતો, ત્યારે યોગી સરકારે આ પ્રથાને કારણે પીડિત મહિલાઓ માટે દર મહિને 500 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી હતી, જેની પીડિતો અને તેમના પરિવારો પર સકારાત્મક અસર પડી હતી. BSP સુપ્રીમો માયાવતી 2017 ની વિધાનસભા ચૂંટણી વખતે દેખીતી રીતે નારાજ હતા, કારણ કે, મુસ્લિમ બહુમતીવાળી અને બૂથ પર 98 ટકા મુસ્લિમો હતા છતાં ત્યાં ભાજપને કેવી રીતે મત મળ્યા? માયાવતીએ આ માટે EVM ને જવાબદાર ગણાવ્યું હતું, પરંતુ ભાજપના નેતાઓનું માનવું હતું કે મુસ્લિમોએ પણ તેમને મત આપ્યો છે. એટલું જ નહીં, ભાજપનો એક વર્ગ માને છે કે, તેને શિયા મતદારોમાં સારી સ્વીકૃતિ છે અને મોટી સંખ્યામાં શિયા મુસ્લિમો તેને મત આપે છે. આ જ કારણ છે કે, લખનઉના શિયા મુસ્લિમ નેતાઓ ભાજપના ટોચના નેતાઓ સાથે ઉત્તમ સંબંધ ધરાવે છે. આ પરંપરા આજે પણ ચાલુ છે.
રાષ્ટ્રવાદી મુસ્લિમો ભાજપ સાથે
ભારતીય જનતા યુવા મોરચા અવધ પ્રદેશના મીડિયા પ્રભારી ખુર્શીદ આલમ કહે છે કે, રાષ્ટ્રવાદી મુસ્લિમો ભાજપ સાથે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ક્યારેય કોઈ ભેદ કર્યો નથી. લઘુમતીઓને તમામ સરકારી કલ્યાણ યોજનાઓનો લાભ સમાન રીતે મળ્યો છે, જેના કારણે મુસ્લિમોમાં સરકારની લોકપ્રિયતા વધી રહી છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા આનંદ દુબેનું કહેવું છે કે, મુસલમાનોને તમામ સરકારી યોજનાઓ જેવી કે કિસાન સન્માન નિધિ, ઉજ્જવલા, પીએમ આવાસ, ઇજ્જત ઘર, મફત આરોગ્ય વીમો અને અન્ય સુવિધાઓનો સમાન લાભ મળ્યો છે. આ વખતના પરિણામોમાં તમે ભાજપની જીતમાં મુસ્લિમોનું વધુ યોગદાન જોશો.
આ પણ વાંચો