મુંબઈ/નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Former Chief Minister Devendra Fadnavis) રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને ફ્લોર ટેસ્ટ કરાવવાની માગ કરી છે. બીજી બાજુ, સૂત્રોનું કહેવું છે કે, 8 અપક્ષ ધારાસભ્યોએ મહારાષ્ટ્રના રાજ્યપાલના રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસ પર ઈમેલ મોકલીને તાત્કાલિક ફ્લોર ટેસ્ટની માગ કરી છે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ વિશે માહિતી આપવા અને હાઈકમાન્ડ પાસેથી ભાવિ વ્યૂહરચના અંગે સૂચનાઓ લેવા દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો: ઠાકરે સરકારનો રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની કોઈ જ સમસ્યા ન હોવાનો દાવો
દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને મળ્યા : દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલને મળ્યા બાદ કહ્યું કે 'અમે મહારાષ્ટ્રના રાજ્યપાલને એક પત્ર આપ્યો છે અને તેમને કહ્યું છે કે શિવસેનાના 39 ધારાસભ્યો કહી રહ્યા છે કે તેઓ NCP, કોંગ્રેસ સરકાર સાથે રહેવા માંગતા નથી. આ દર્શાવે છે કે MVA સરકારે બહુમતી ગુમાવી દીધી છે. અમે રાજ્યપાલને વિનંતી કરી છે કે તેઓ તરત જ મુખ્યમંત્રીને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત સાબિત કરવા નિર્દેશ આપે.
બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી : દિલ્હીમાં જેપી નડ્ડાના નિવાસસ્થાન પર લગભગ અડધો કલાક મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ વિશે બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. કહેવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને શિવસેનામાં બળવો, એકનાથ શિંદે સાથેના ધારાસભ્યોની સંખ્યા અને મહારાષ્ટ્રની જમીની રાજકીય સ્થિતિ વિશે માહિતી આપી હતી.
દેવેન્દ્ર ફડણવીસ પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને મળ્યા હતા : દિલ્હીબંને નેતાઓ વચ્ચે મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને કાયદાકીય અને બંધારણીય પાસાઓ પર પણ ચર્ચા થઈ હતી. ફડણવીસ અને જેપી નડ્ડાની બેઠક દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહ પણ નડ્ડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને સોમવારે મુંબઈમાં મહારાષ્ટ્ર બીજેપીની સ્ટેટ કોર કમિટીના નેતાઓની એક બેઠક યોજાઈ હતી.આ બેઠકના એક દિવસ પછી દેવેન્દ્ર ફડણવીસ મંગળવારે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને મળવા દિલ્હી આવ્યા હતા. અને રાજ્યમાં સરકારની રચનાની દ્રષ્ટિએ તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચો: શિવસેનાના 37 બળવાખોર ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરને મોકલ્યો પત્ર, કહ્યું...