ETV Bharat / bharat

ભાજપ કેરળમાં UDF v/s LDFનું ચક્ર તોડવાની આશા ધરાવે છે, પણ ચડાણ આકરાં છે

ભાજપ ટૅક્નૉક્રેટ ઈ. શ્રીધરનની સ્વચ્છ છબી પર ભારે મદાર રાખી રહ્યો છે. શ્રીધરન દેશની રાજધાનીમાં મહત્ત્વાકાંક્ષી પરિયોજનાનું નિરીક્ષણ કરવા માટે મેટ્રો મેન તરીકે જાણીતા છે અને મધ્યમ વર્ગ તેમજ યુવાન મતદારોમાં તેઓ લોકપ્રિય છે.

author img

By

Published : Apr 1, 2021, 8:01 PM IST

કેરળ
કેરળ

ભાજપને આશા છે કે કેરળમાં ત્રણ દાયકાથી સત્તા યુડીએફ અને એલડીએફ વચ્ચે ફરતી રહે છે તે ચક્રને તે તોડશે, પરંતુ આ કામ તેના માટે આકરાં ચડાણ સમું છે કારણકે તેની પાસે ન તો મજબૂત સંગઠન છે કે ન તો લોકપ્રિય નેતા.

આ બે ઉણપની ભરપાઈ કરવા, ભાજપ ટૅક્નૉક્રેટ ઈ. શ્રીધરનની સ્વચ્છ છબી પર ભારે મદાર રાખી રહ્યો છે. શ્રીધરન દેશની રાજધાનીમાં મહત્ત્વાકાંક્ષી પરિયોજનાનું નિરીક્ષણ કરવા માટે મેટ્રો મેન તરીકે જાણીતા છે અને મધ્યમ વર્ગ તેમજ યુવાન મતદારોમાં તેઓ લોકપ્રિય છે.

તેઓ ભાજપમાં જોડાયા પછી તરત જ, રાજ્યના નેતાઓએ ૮૮ વર્ષીય શ્રીધરનને ભગવા પક્ષના મુખ્ય પ્રધાનના દાવેદાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ કેન્દ્રીય નેતૃત્વએ ઝડપથી આ સંદેશને અનધિકૃત રાખવા માટે પીછેહટ કરી.

પલ્લક્કડ બેઠક પરથી લડી રહેલા આ ટૅક્નૉક્રેટ માટે પ્રચાર કરતા, વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસના નેતૃત્વવાળા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ અને સીપીઆઈ-એમના નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ પર ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનો અને સત્તામાં રહેવા મેચ ફિક્સિંગ કરવાનો આક્ષેપ કર્યો.

મોદીએ આક્ષેપ કર્યો કે યુવાન મતદારો યુડીએફ અને એલડીએફ બંનેથી નિરાશ છે અને તેમણે કેરળમાં પરિવર્તન લાવવા વચન આપ્યું.

વર્ષ ૨૦૧૬માં ભાજપને માત્ર એક જ વિધાનસભા બેઠક પર જીત મળી હતી. તેણે એલડીએફ સરકાર સામે વર્ષ ૨૦૧૮માં એક ઝુંબેશ આદરી હતી. એલડીએફ સરકારે સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની વચ્ચેની મહિલાઓને પ્રવેશ આપવાના સર્વોચ્ચ ન્યાયાલયના આદેશને ટેકો આપ્યો હતો.

આ યોજનાથી ભાજપને વર્ષ ૨૦૧૯ની રાષ્ટ્રીય ચૂંટણીમાં કોઈ લાભ નહોતો મળ્યો પરંતુ પલ્લક્કડ અને પઠાનમમથિટ્ટા જિલ્લાના પંડલમમાં અનેક નગરપાલિકાઓમાં તેની ઉપસ્થિતિ વિસ્તારવામાં મદદ કરી હતી. પંડલમ એ સબરીમાલા મંદિરની બેઠક છે.

રાજધાની તિરુવનંતપુરમ્માં પણ ભાજપને કેટલોક ફાયદો થયો છે અને તેણે એલડીએફના સમર્થન આધાર કરતાં યુડીએફની મત બૅન્કમાં ગાબડું વધુ પાડ્યું છે.

પરંતુ કેટલીક સ્થાનિક સંસ્થાના વિસ્તારોમાં ફાયદો વધારવો તે કરતાં રાજ્યભરમાં સમર્થન આધાર વ્યાપક કરવો તે અઘરું કામ છે અને તેના માટે પક્ષના મજબૂત સંગઠનના ટેકાની જરૂર પડે છે.

વધુમાં, ભગવા પક્ષ પાસે લોકપ્રિય નેતાની ઉણપ છે જે લાંબા સમયથી જાહેર જીવનમાં હોય અને એલડીએફના મુખ્ય પ્રધાન પિનરાયી વિજયન તેમજ યુડીએફના નેતા ઓમેન ચંડી અને વિપક્ષના નેતા રમેશ ચેન્નિથલાનો પ્રભાવ કાપવા જનસમૂહની વચ્ચે પ્રભાવ ધરાવતા હોય.

આને ધ્યાનમાં રાખીને, મોદીએ દક્ષિણના રાજ્યના મતદારો સાથે જોડાવા પલ્લક્કડ સભામાં અંગ્રેજીમાં સંબોધન કર્યું. સામાન્ય રીતે વડા પ્રધાન હિન્દીમાં ચૂંટણી પ્રવચનો આપતાં હોય છે.

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કેરળમાં તાજેતરમાં પ્રચાર કરતી વખતે મતદારોને ભગવા પક્ષના પ્રચારમાં ન આવવા અપીલ કરી હતી અને યુડીએફ વિરુદ્ધ એલડીએફના પરંપરાગત ચક્ર, જેણે આ તટીય રાજ્યમાં આર્થિક વૃદ્ધિ અને સામાજિક સંવાદિતા સુનિશ્ચિત કરી છે અને લોકોના ફાયદા માટે કામ કર્યું છે, તેની સાથે રહેવા કહ્યું હતું.

- અમિત અગ્નિહોત્રી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.