ETV Bharat / bharat

BJPના એક દાવથી વિપક્ષ ઘૂંટણિયે, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ પર મમતા-રાહુલની બોલતી બંધ કેમ થઈ ગઈ? - બીજેપીશાસિત રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

એક કહેવત છે કે 'તેલ જુઓ અને તેલની ધાર જુઓ'. એનો અર્થ એ છે કે કોઈ કામનું પરિણામ જોવું. પેટ્રોલ અને ડીઝલ (Petrol And Diesel)ની મોંઘવારીમાં આ કહેવત સાચી છે. થોડા દિવસો પહેલા સુધી એક્સાઈઝ ડ્યુટી (Excise duty)ને લઈને ઓઈલ ગેમમાં વિપક્ષનો દબદબો હતો, હવે ભાજપ વેટને લઇને પ્રહારો કરી રહ્યું છે.

BJPના એક દાવથી વિપક્ષ ઘૂંટણિયે, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ પર મમતા-રાહુલની બોલતી બંધ કેમ થઈ ગઈ?

author img

By

Published : Nov 8, 2021, 8:01 PM IST

  • બિન-ભાજપશાસિત રાજ્યોમાં વેટ ઘટાડવા માટે BJPનું પ્રદર્શન
  • ભાજપશાસિત રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડીને વિપક્ષને ભીંસમાં લાવ્યું
  • કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઓછી કરતા TMC ચૂપ થઈ ગઈ

હૈદરાબાદ: ઓઇલના ખેલમાં બીજેપી (BJP)એ એવી ગુગલી ફેંકી, જેમાં વિપક્ષ મૂંઝવાઈ ગયું છે. દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol And Diesel Prices)ને લઈને વિપક્ષ મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યું હતું, હવે ભારતીય જનતા પાર્ટી બિન-ભાજપ શાસિત રાજ્યોમાં વેટ (VAT) ઘટાડવા માટે પ્રદર્શન કરી રહી છે. ડીઝલ-પેટ્રોલના ભાવ પર પ્રહાર કરવાને બદલે કોંગ્રેસ (Congress) અને અન્ય પક્ષો વેટની લડાઈમાં સ્પષ્ટતાઓ આપી રહ્યા છે.

VAT ઘટાડીને BJPએ વિપક્ષને ભીંસમાં લાવ્યું

ભાજપશાસિત રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડીને લોકોના ગુસ્સાને ઘટાડવાનો પ્રયાસ કર્યો

તમામ પૃથ્થકરણ પછી પણ લોકોમાં સંદેશો જતો હતો કે કેન્દ્ર સરકારના ભારે ટેક્સને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે. આમાં રાજ્યો દ્વારા વસૂલવામાં આવતો વેટ ક્યાંક ખોવાઈ ગયો હતો. ભાજપશાસિત રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડીને લોકોના ગુસ્સાને ઘટાડવાનો પ્રયાસ કર્યો, સાથે જ બિન-ભાજપ શાસિત રાજ્યોની સરકારોને પણ ભીંસમાં લાવી.

મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને રાહુલ ગાંધી ચૂપ થઈ ગયા

  • WB BJP leaders-workers take out protest rally in Kolkata against State Govt over VAT on petrol & diesel that have still not been reduced in state

    State BJP chief Sukanta Majumdar says, "We'll force CM Banerjee to reduce the VAT. Police might try to stop us but we'll fight them." pic.twitter.com/wYpgVxZiIv

    — ANI (@ANI) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુખ્યપ્રધાન મમતા બેનર્જી ઈંધણની કિંમતોમાં વધારાને લઇને ઘણો જ અવાજ ઉઠાવી રહ્યા હતા, પરંતુ જેવી દિવાળી પર કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઓછી કરી તો TMC ચૂપ થઈ ગઈ. રાહુલ ગાંધી પણ ચૂપ થઈ ગયા. મહારાષ્ટ્ર સરકારમાં બેઠેલી શિવસેના વેટ ઓછો કરવા માટે વળતરની માંગ કરવા લાગી. એટલે કે 2 જ દિવસમાં BJPએ એક ચાલ રમીને પાસું પલટી દીધું.

VATના બહાને મેસેજ આપવામાં સફળ રહી BJP

BJP અને NDA શાસિત રાજ્યોએ વેટ ઓછા કરી દીધા. કોંગ્રેસ અને બિન-બીજેપી રાજ્યોએ વેટ ઓછા કરવાની ના કહી દીધી

એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડા બાદ BJP અને NDA શાસિત રાજ્યોએ વેટ ઓછા કરી દીધા. કોંગ્રેસ અને બિન-બીજેપી રાજ્યોએ વેટ ઓછા કરવાની ના કહી દીધી. ત્યારબાદ રાજ્યોમાં લાગતા વેટ પર જે રીતે ચર્ચા થઈ તેનાથી BJPએ એ સંદેશાને સ્પષ્ટ કરી દીધો કે રાજ્ય સરકારો પણ પેટ્રોલ-ડીઝલનો રેટ પોતાના સ્તરે ઓછો કરી શકે છે. સાથે જ પેટ્રોલ અને ડીઝલ ફક્ત કેન્દ્ર સરકારનો નહીં, પરંતુ રાજ્ય સરકારનો પણ ખજાનો ભરે છે.

24 રાજ્યોએ વેટના દરોમાં મૂક્યો કાપ

  • Mamata Banerjee, Kejriwal, Uddhav Thackrey, Ashok Gehlot, Baghel, Jagan Reddy, KCR, M K Stalin, Pinarayi Vijayan are some of the prominent opposition CMs who haven’t slashed VAT on petrol and diesel. People in their States continue to bear the brunt of high prices. Unacceptable.

    — Amit Malviya (@amitmalviya) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અત્યાર સુધીમાં 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ વેટના દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે, જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, પુડુચેરી, આસામ, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા, ગોવા, ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, ચંદીગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને લદ્દાખ સામેલ છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં માત્ર પંજાબે જ વેટમાં ઘટાડો કર્યો છે.

12 રાજ્યો વેટમાં ઘટાડો ન કરવા પર અડગ

કોંગ્રેસ અને તેના સહયોગીઓ દ્વારા શાસિત રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને તમિલનાડુ સહિતના 12 રાજ્યોએ અત્યાર સુધી વેટમાં ઘટાડો કર્યો નથી. આ સિવાય પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ અને દિલ્હીએ વેટ દર ઘટાડવાનો ઈન્કાર કરી દીધો છે.

પંજાબમાં વેટ ઘટાડ્યો, રાજસ્થાનમાં કેમ નહીં

પંજાબ એકમાત્ર કોંગ્રેસ શાસિત રાજ્ય છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ પરથી વેટ ઘટાડવામાં આવ્યો છે.

આવતા વર્ષે પંજાબમાં ચૂંટણી યોજાવાની છે. હાલમાં પંજાબ એકમાત્ર કોંગ્રેસ શાસિત રાજ્ય છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ પરથી વેટ ઘટાડવામાં આવ્યો છે. બીજી તરફ રાજસ્થાનમાં પેટ્રોલ પર 36% અને ડીઝલ પર 26% વેટ વસૂલવામાં આવે છે. યુપીની સરખામણીએ ત્યાં પેટ્રોલ લગભગ 12 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પડોશી રાજ્યોમાં ઈંધણના ઓછા ભાવને કારણે રાજસ્થાન બોર્ડર પરના 270 પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ સુનિત બગઈ અને જનરલ સેક્રેટરી રાજેન્દ્ર સિંહ ભાટીએ ભય વ્યક્ત કર્યો હતો કે, જો રાજ્ય સરકાર વેટમાં ઘટાડો નહીં કરે તો શ્રીગંગાનગર, હનુમાનગઢ, અલવર, ઝુંઝુનુ, ભરતપુર જિલ્લામાં 3,000 પેટ્રોલ પંપ બંધ થવાના આરે આવી જશે.

વેટ ઓછા ન કરવાનું નુકસાન

દક્ષિણ ભારતીય રાજ્યોમાં કોઈ ફરક પડશે નહીં, કારણ કે તેમની આસપાસ કોઈ છૂટછાટ આપતા રાજ્યો નથી

વેટ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. ટેક્સનો હિસાબ વપરાશ સાથે જોડાયેલો છે. જો વપરાશ વધે તો ટેક્સ કલેક્શન પણ વધે, પરંતુ પડોશી રાજ્યોમાં ડીઝલ-પેટ્રોલ સસ્તું હોવાથી સરહદી વિસ્તારોમાં તેના વેચાણ પર સીધી અસર પડવાની છે. આ ઉપરાંત લાંબા અંતરથી આવતા વાહનો પણ સસ્તું ડીઝલ લેવા ઈચ્છે છે. એટલે કે આગામી કેટલાક દિવસોમાં છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પેટ્રોલની આવકમાં ઘટાડો થશે. તેનાથી દક્ષિણ ભારતીય રાજ્યોમાં કોઈ ફરક પડશે નહીં, કારણ કે તેમની આસપાસ કોઈ છૂટછાટ આપતા રાજ્યો નથી.

આમ તો એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાના કારણે કેન્દ્ર સરકારની કમાણી પણ ઘટશે. વેટ ઓછો કર્યા બાદ રાજ્યોની આવક પર પણ અસર પડશે, પરંતુ ચૂંટણીની સીઝનમાં જનતાને આટલી રાહત તો મળી જશે.

આ પણ વાંચો: દિવાળી પછીના પહેલા સપ્તાહના પહેલાં જ દિવસે મજબૂતી સાથે બંધ થયું Share Market, સેન્સેક્સ 477 પોઈન્ટ ઉછળ્યો

આ પણ વાંચો: નોટબંધીના 5 વર્ષ પછી ડિજિટલ ચૂકવણીની સાથે ચલણી નોટનું પ્રમાણ પણ વધ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.