નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે ગોવા વિધાનસભા ચૂંટણી 2022 (Goa Assembly Elections 2022) માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ભાજપે ગોવા વિધાનસભા ચૂંટણી માટે 34 ઉમેદવારોના નામની જાહેરાત (BJP Candidates List for goa elections 2022) કરી છે. નાયબ મુખ્યપ્રધાન મનોહર અજગાંવકર મડગાંવથી ચૂંટણી લડશે.
![ગોવામાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14234774_bjp_a.jpg)
આ પણ વાંચો- ASSEMBLY ELECTIONS 2022 LIVE UPDATE: યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત
વર્તમાન ધારાસભ્યોને પંજિમથી ટિકિટ અપાશે
ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis on Candidates List) કહ્યું હતું કે, વર્તમાન ધારાસભ્યોને પંજિમથી ટિકિટ આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યપ્રધાન મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકર અને તેમનો પરિવાર અમારો પરિવાર છે. અમે તેમને 2 વિકલ્પ આપ્યા હતા, પરંતુ તેમણે પહેલા માટે ઈનકાર કરી દીધો હતો. બીજા વિકલ્પ પર ચર્ચા કરવામાં આવી રહી છે. અમને લાગે છે કે, તેઓ માની જશે.
![ગોવામાં ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14234774_bjp_b.jpg)
આ પણ વાંચો- Assembly Election 2022: જેપી નડ્ડાનો દાવો, વિધાનસભાની ચૂંટણીમાં BJP પ્રચંડ બહુમતીથી જીતશે
ભાજપે ગોવામાં વિકાસના મૂળ મંત્રને સાર્થક કર્યોઃ ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષતી ગોવામાં ભાજપના સરકારે સ્થિરતા અને વિકાસના મૂળ મંત્રને સાર્થક કર્યો છે. ગોવાની રાજનીતિમાં જે અસ્થિરતા હતા. તેને ભાજપે ખતમ કરી અને ગોવાના વિકાસને એક નવા પથ પર લઈ ગઈ છે.
ભાજપે ગોવામાં સારી છબી ધરાવતા મુખ્યપ્રધાન આપ્યા છેઃ ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષી પાર્ટી પર હુમલો (Devendra Fadnavis's on opposition) કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના ફક્ત ગોવાને લૂંટવા માટે ગોવાની સત્તા જોઈએ છે. કોંગ્રેસના મોટા નેતાઓ છોડીને જતા રહ્યા છે. હવે અહીં TMC પણ આવી ગઈ છે. ભાજપે અત્યાર સુધી ગોવામાં મનોહર પર્રિકરજીથી (Devendra Fadnavis on TMC) લઈને વર્તમાન મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત સુધી જનતામાં સારી છબી ધરાવતા મુખ્યપ્રધાન આપ્યા છે.
દેવેન્દ્ર ફડણવીસે TMC પર કર્યા પ્રહાર
તેમણે વધુમાં ઉમેર્યું (Devendra Fadnavis on TMC) હતું કે, એક તરફ જ્યાં ભાજપ ગોવાના વિકાસ માટે સંઘર્ષ કરી રહી છે. તો બીજી તરફ અન્ય દળ માત્ર ભાજપની સાથે સંઘર્ષ કરી રહ્યા છે. TMC ગોવામાં આવી છે. સૂટકેસના માધ્યમથી પાર્ટી આગળ વધારવા માગે છે. TCMનું સ્ટેન્ડ એન્ટિ હિન્દુ અને એન્ટિ રાષ્ટ્રવાદ છે.