ETV Bharat / bharat

ભાજપને માત્ર ખોટા વાયદા કરતા આવડે છેઃ મમતા બેનરજી - પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પ્રચાર

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસ બાકી છે ત્યારે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ બાંકુડામાં એક સભા દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યા હતા. મમતા બેનરજીએ કહ્યું હતું કે, તમે જોયું કે કેવી રીતે ગુજરાતમાં એક ક્રિકેટ સ્ટેડિયમનું નામ મોદીના નામ પર રાખી દેવાયું. એક દિવસ દેશનું નામ પણ બદલી કાઢશે.

ભાજપને માત્ર ખોટા વાયદા કરતા આવડે છેઃ મમતા બેનરજી

author img

By

Published : Mar 23, 2021, 9:07 AM IST

  • બાંકુડામાં ભાજપ પર વરસ્યાં મમતા બેનરજી
  • ભાજપ દેશનું પણ નામ બદલશેઃ બેનરજી
  • બંગાળમાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં

આ પણ વાંચોઃ બંગાળ ચૂંટણી પર ભાજપનું ઘોષણાપત્ર, KGથી લઈને PG સુધી છોકરીઓ માટે નિ: શુલ્ક શિક્ષણ

કોતલપુરઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ ભાજપ પર આક્ષેપ લગાવ્યા છે કે, તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મફત રાશન વિતરણ કરવાનો ખોટો વાયદો કરી રહ્યા છે. ભાજપને માત્ર ખોટા વાયદા જ કરતા આવડે છે. બાંકુડા જિલ્લામાં એક ચૂંટણી રેલી સંબોધિત કરતા મમતા બેનરજીએ ભાજપ પર બહારના લોકોની પાર્ટી ગણાવી હતી. આ સાથે જ મમતા બેનરજીએ જણાવ્યું કે, બંગાળમાં આતંક ફેલાવવા ભાજપ બહારથી ગુંડાઓ લાવે છે.

આ પણ વાંચોઃ બંગાળની જનતા પરિવર્તન ઇચ્છે છેઃ કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરી સાથે મુલાકાત

ભાજપના ગુંડાઓ તમારા ઘરે વોટ માગવા આવશેઃ મમતા બેનરજી

મમતા બેનરજીએ જણાવ્યું કે, ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મફત રાશન વિતરણ કરવાનો ખોટો વાયદો કરી રહ્યા છે. ભાજપને માત્ર ખોટા વાયદા જ કરતા આવડે છે. જોજો, ભાજપના ગુંડાઓ તમારા ઘરે આવીને પોતાની પાર્ટી માટે મત માગશે. આ લોકો જો તમને ધમકાવે તો તેમને મારીને ભગાડી દેજો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.