નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)ની ટોચની નેતાગીરી આજે એટલે કે બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections 2022) માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરશે. બીજેપીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટી ઉમેદવારોના નામ નક્કી કરવા બેઠક કરશે. આ સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ સામેલ છે. ભાજપ સતત સાતમી વખત ગુજરાતમાં જીત નોંધાવવાનું લક્ષ્ય ધરાવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે.
વરિષ્ઠ નેતાઓને યાદીમાંથી બહાર રાખી શકાય: ભાજપ આ બેઠક દરમિયાન તમામ 183 ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપે તેવી શક્યતા છે અને આગામી થોડા દિવસોમાં યાદી બહાર પાડવામાં (bjp can decide all the candidates for GAE) આવશે. તેમણે કહ્યું કે, પાર્ટી સીટ વહેંચણીના મામલે નવો રેકોર્ડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સંગઠનમાં નવી ઉર્જા ફેલાવવા માંગે છે. આ જોતાં અનેક વરિષ્ઠ નેતાઓને યાદીમાંથી બહાર રાખવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ ઉપરાંત પાર્ટીને સૂચનો મળ્યા છે કે, તેણે નવા અને યુવા ચહેરાઓ પસંદ કરવા જોઈએ.
વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ: રાજ્યમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો અને તેની મુખ્ય હરીફ કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. કોંગ્રેસના અનેક ધારાસભ્યોના પક્ષપલટાને કારણે વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા 111 થઈ ગઈ છે. ભાજપ તમામ વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપે તેવી શક્યતા નથી. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની એન્ટ્રીના કારણે ભાજપ અને કોંગ્રેસ સામે નવો પડકાર ઉભો થયો છે.