ETV Bharat / bharat

દેશમાં પ્રથમ વખત IVF ટેકનીક દ્વારા ભેંસે પાડાને આપ્યો જન્મ - आईवीएफ बन्नी बछड़ा

દેશમાં IVF ટેકનીકથી ભેંસે પ્રથમ વખત પાડાને જન્મ આપ્યો હોવાથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ભેંસની જાતી બન્ની છે. પ્રથમ IVF બન્ની પાડાનો ગુજરાતના સોમનાથ જિલ્લાના ધાણેજ સ્થિત સુશીલા એગ્રો ફાર્મના ખેડૂતની ભેંસે જન્મ આપ્યો છે.

દેશમાં પ્રથમ વખત IVF ટેકનીક દ્વારા ભેંસે પાડાને આપ્યો જન્મ

author img

By

Published : Oct 23, 2021, 7:37 PM IST

  • દેશમાં પ્રથમ IVF પદ્ધતિ દ્વારા ભેંસે પાડાને જન્મ આપ્યો
  • કચ્છ વિસ્તારમાં બન્ની જાતીની ભેંસ જોવા મળે છે
  • કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે આપી માહિતી

સોમનાથ : દેશમાં પ્રથમ IVF પદ્ધતિ દ્વારા ભેંસે પાડાને જન્મ આપ્યો છે. આ ભેંસનું નામ બન્ની છે. ખેડૂત વિનય એલ વાળાના ઘરે સ્થાપિત IVF ગર્ભધારણથી 6 બન્ની ભેંસોને આ રીતે પાડાનો જન્મ થવાનો છે. એક અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી કે, ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભેંસની મુખ્ય જાતિ બન્નીની એક ભેંસે ગીર સોમનાથ જિલ્લામાં એક ખેડૂતના ઘરે IVF ટેકનિક દ્વારા પાડાને જન્મ આપ્યો છે.

  • Happy to share the good news of the birth of first #IVF calf of Buffalo breed namely - #BANNI in the country . This is the first #IVF_Banni_calf born out of 6 Banni IVF pregnancies established at the door steps of farmer namely Mr Vinay.L.Vala of Sushila Agro farms pic.twitter.com/vROwzIuLWq

    — Ministry of Fisheries, Animal Husbandry & Dairying (@Min_FAHD) October 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દૂધ ઉત્પન્ન કરવાની ક્ષમતા માટે જાણીતી ભેંસ

અધિકારીએ જણાવ્યું હતું કે, આ ટેકનીક દ્વારા ભેંસના પાડાના જન્મનો હેતુ આનુવંશિક રીતે સારી ગણાતી આ ભેંસોની સંખ્યામાં વધારો કરવાનો છે, જેથી દૂધનું ઉત્પાદન પણ વધી શકે. આ બન્ની ભેંસ શુષ્ક વાતાવરણમાં પણ વધુ દૂધ ઉત્પન્ન કરવાની ક્ષમતા માટે જાણીતી છે.

મંત્રાલયે ટ્વિટ કરીને આપી માહિતી

કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે આ પ્રજાતિની ભેંસનો ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) દ્વારા જન્મ આપવાનો પ્રથમ કેસ ગણાવ્યો છે. આ બન્ની ભેંસ ગીર સોમનાથના ધાણેજ ગામના ખેડૂતની છે. મંત્રાલયે ટ્વિટ કર્યું હતું કે, દેશમાં બન્ની જાતિની ભેંસની IVF દ્વારા પ્રથમ પાડાના જન્મની ખુશખબર આપવી આનંદની વાત છે. સુશીલા એગ્રો ફાર્મ્સના ખેડૂત વિનય એલ વાળા પાસે IVF ટેકનીક દ્વારા છ બન્ની ભેંસ ગર્ભવતી થઈ છે, તેમાંથી આ પહેલી ભેંસ છે જેણે પાડાને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.