નવી દિલ્હી: બિલ્કીસ બાનોના એક દોષી જેલમાંથી છૂટેલા મિતેશ ભટ્ટે 2020માં પેરોલ પર છૂટતી વખતે મહિલાની છેડતી કરી હતી.(Bilkis Banos convict molested woman) આ મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે.
મહિલાની છેડતીનો આરોપ: બિલકીસ બાનો કેસના એક દોષિત પર જૂન 2020 માં પેરોલ પર આવ્યા પછી એક મહિલાની છેડતી કરવાનો આરોપ હતો. આ કેસમાં પોલીસે આરોપીઓ સામે ગુનો પણ નોંધ્યો હતો. આરોપીનું નામ મિતેશ ભટ્ટ છે. બિલ્કીસ બાનો કેસમાં ગુજરાત સરકાર દ્વારા જેલમાંથી મુક્ત કરાયેલા દોષિતોમાંથી આ પણ એક છે. રાજ્ય સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, "11 દોષિતોને સારા વર્તનને કારણે મુક્ત કરવામાં આવ્યા હતા."
ગુનેગાર મિતેશ: પોલીસ અધિક્ષક (દાહોદ) ની કચેરીએ જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરી હતી કે, ઉક્ત અરજદાર/આરોપી કેદી નંબર 26143-મિતેશ ચીમનલાલ ભટ્ટ વિરુદ્ધ રણધિકપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ વખતે દુષ્કર્મના ગુનેગાર મિતેશ સામે આઈપીસીની કલમ 354, 504, 506 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
દોષિતોની મુક્તિ સામે અરજી: જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વર્ષે ઓગસ્ટમાં બિલ્કીસ બાનો કેસમાં મિતેશ ભટ્ટ સહિત 11 દોષિતોને વહેલી મુક્તિની મંજૂરી આપી હતી. હવે આ અંગેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, દોષિતોની મુક્તિ સામે અરજી કરનારાઓમાંના એક, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ અને પ્રહલાદ જોશીને 'સારા વર્તન ને વ્યાખ્યાયિત કરવા જણાવ્યું છે.
અચ્છે દિન: તેણે ટ્વીટ કર્યું હતુ કે, "બિલ્કિસના દોષી મિતેશ ભટ્ટને 2020માં પેરોલ પર મહિલાની છેડતી પર દોષિત ઠેરવ્યો હતો, તમે આ માણસને પણ મુક્ત કર્યો છે. અચ્છે દિન. દીકરીની છેડતી કરવી પણ તમારા માટે સારું વર્તન છે"
-
Asking @narendramodi @AmitShah & @JoshiPralhad to define “good behaviour”. Bilkis convict Mitesh Bhatt molested woman while on parole in 2020, trial pending u/354 IPC. This man too released by you.
— Mahua Moitra (@MahuaMoitra) October 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Achhe Din. Acche Log. Beti ko molest karna bhi apka liye “good behaviour” ?
">Asking @narendramodi @AmitShah & @JoshiPralhad to define “good behaviour”. Bilkis convict Mitesh Bhatt molested woman while on parole in 2020, trial pending u/354 IPC. This man too released by you.
— Mahua Moitra (@MahuaMoitra) October 19, 2022
Achhe Din. Acche Log. Beti ko molest karna bhi apka liye “good behaviour” ?Asking @narendramodi @AmitShah & @JoshiPralhad to define “good behaviour”. Bilkis convict Mitesh Bhatt molested woman while on parole in 2020, trial pending u/354 IPC. This man too released by you.
— Mahua Moitra (@MahuaMoitra) October 19, 2022
Achhe Din. Acche Log. Beti ko molest karna bhi apka liye “good behaviour” ?
ગુડ બિહેવિયર સર્ટિફિકેટ: કેન્દ્રના નિર્ણય પર કટાક્ષ કરતા શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એક ટ્વીટમાં કહ્યું, "તમે જેટલી સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરશો, તેટલા સારા વ્યક્તિ બનશો, આ ભારત સરકારની નવી વ્યૂહરચના જેવું લાગે છે." તેણે આગળ લખ્યું, "આ ગૃહ મંત્રાલયનું ગુડ બિહેવિયર સર્ટિફિકેટ ધરાવનાર વ્યક્તિ છે."