- બિહારમાં ટ્રાન્સજેન્ડર કોન્સેટબલની ભરતી
- કૈમૂર એસપી ગોપનીય શાખામાં તૈનાત
- 23 વર્ષીય રચિત 2018ની બેચના સિપાહી
પટના (બિહાર): રચિત રાજ બિહાર રાજ્યના પહેલા ટ્રાન્સજેન્ટર કોન્સટેબલ બની ગયા છે. તેઓ દેશના પહેલા ટ્રાન્સમેન સિપાઈ બની ગયા છે. રચનાથી રચિત બની ગયેલા અને હમણા કૈમૂર એસપી ગોપનીય શાખામાં તૈનાત છે. 23 વર્ષીય રચિત 2018ની બેચના સિપાહી છે.
2016માં પહેલો અનુભવ
તેઓ જણાવે છે કે, તેમને 2016માં તેમને અનુભવ થયો હતો કે તેઓ છોકરાઓ જેવુ અનુભવ કરે છે. તેમને તૈયાર થયું, સલવાર-કમીઝ પહેરવુ ગમતું નહોતું. ધીરે ધીરે જ્યારે તેઓ સોશ્યલ મીડિયા પર આવ્યા ત્યારે તેમને છોકરા કરતા છોકરીઓ વધારે ગમતી હતી. તેઓ ગ્રેજુએશન સુધી ભણ્યા છે.
આ પણ વાંચો : બોલિવુડ અભિનેતા સોનુ સુદ જોડાઈ શકે છે AAPમાં, બુધવારે અમદાવાદ આવી AAPના નેતાઓ સાથે કરી બેઠક
કામની જગ્યાએ યોગ્ય સન્માન મળે છે
તેઓ જણાવે છે કે તેઓ જ્યા કામ કરે છે ત્યા તેમને યોગ્ય સન્માન મળે છે. મારી ઓળખ સાથે લોકો મને અપનાવી રહ્યા છે, પણ રચનાથી રચિત બનવુ આસાન નહોતું. બજારમાં લોકો મજાક ઉડાવતા હતા. જુઓ છોકરી જેવો છોકરો જાય છે. શરૂઆતમાં બધાની સાથે લડવુ પડ્યું હતું. તેઓ જણાવે છે કે," હું કોઈને ખુલીને મારી વાત કરી શકતો નહતો, પણ હવે હું લોકોને અવગણીને મારા કામ પર ધ્યાન આપુ છું. ટ્રાન્સમેન માટે એક એફિડેવિટ કરાવી દિધુ છે. મે એક છોકરીના શરીરમાં જન્મ લીધો હતો પણ હું આગળ છોકરો બનીને જીવવા માંગુ છુ.
આ પણ વાંચો : PM Modi ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે, ફ્લાઈટમાં સમયનો ઉપયોગ કરીને ફાઈલો વાંચતા જોવા મળ્યા PM Modi