બિહાર : એક ગર્ભવતી મહિલાને ઓમાનના મસ્કતમાં નોકરીના બહાને દલાલોએ બંધક બનાવી લીધી(pregnant woman was taken hostage) છે. તેના સંબંધીઓ મહિલાની સુરક્ષિત મુક્તિ માટે વિનંતી પણ કરી રહ્યા છે. પરિવારનો આરોપ છે કે, વસીમ અને સન્નો સયૈદ નામના બે માનવ તસ્કરોએ ગર્ભવતી મહિલાને ઓમાનમાં કેદ કરી(pregnant woman was taken to Oman) છે. તેનો પાસપોર્ટ અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઓમાનમાં તેની પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તબિયત ખરાબ છે પણ દવા આપવામાં આવતી નથી.
જમુઈની ગર્ભવતી મહિલા લક્ષ્મી ઓમાનમાં બંધક : સંબંધીઓએ જણાવ્યું કે, ઓમાનમાં કેદ ગર્ભવતી મહિલાનું લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સાકલ ગામમાં તેનું સાસરીયું છે. ઝાઝા પોલીસ સ્ટેશન વિસ્તારના સુંદરીટાંડ ગામમાં તેનું પિયર છે. લક્ષ્મી સમસ્તીપુર બંધન બેંકમાં કામ કરતી હતી પરંતુ અચાનક તેની નોકરી છૂટી ગઈ હતી. તેનો પતિ લાંબા સમયથી બીમાર છે. વિકલાંગ પતિ વિજય તેમજ તેના ત્રણ બાળકોની જવાબદારી લક્ષ્મીના ખભા પર હતી. આ દરમિયાન તેને સારી નોકરી અને પગારના બહાને દિલ્હી બોલાવવામાં આવી હતી અને ત્યાંથી તેને ઓમાનના મસ્કતમાં કેદ કરી દેવામાં આવી છે. આ મામલે લક્ષ્મીના પતિએ પણ દિલ્હીના પહાડગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.
આ પણ વાંચો - નજીવી બાબતમાં સગા ભાઇઓની કરવામાં આવી હત્યા, આ રીતે ઘટનાને અપાયો અંજામ...
નોકરીના બહાને દિલ્હી બોલાવી હતીઃ પરિવારનું કહેવું છે કે લક્ષ્મીનું બેંકનું કામ બંધ થતાં તે કામની શોધમાં હતી. આ દરમિયાન દિલ્હીના પહાડગંજના વસીમ અખ્તર અને એક મહિલા સન્નોએ તેને ફોન કરીને ઈન્ટરવ્યુ માટે દિલ્હી બોલાવી હતી. સારી નોકરી મળવાની આશામાં લક્ષ્મી 25 મેના રોજ દિલ્હી ગઈ હતી. આ બંન્ને દલાલો પહેલા અમદાવાદ લઈ ગયા અને પછી ત્યાંથી ફ્લાઈટ દ્વારા ઓમાન મોકલી દેવામાં આવી હતી. પરિવારજનો હવે લક્ષ્મીનો સંપર્ક કરી શકતા નથી. પરિવારના સભ્યોનું કહેવું છે કે, જ્યારે લક્ષ્મી સાથે છેલ્લીવાર ફોન પર વાત કરવામાં આવી હતી, ત્યારે તેણે કહ્યું હતું કે "હું ખૂબ જ પીડા અને વેદનામાં છું. મને બંધક બનાવવામાં આવી છે. મને કોઈક રીતે બચાવો."
સગર્ભા મહિલા પર થઈ રહ્યો છે ત્રાસઃ સંબંધીઓના જણાવ્યા અનુસાર લક્ષ્મીનો મોબાઈલ અને પાસપોર્ટ પણ છીનવી લેવામાં આવ્યો છે. સગર્ભા મહિલાની તબિયત લથડતા પરિવારજનો ચિંતિત છે. તેને દવા પણ આપવામાં આવી રહી નથી. હવે પરિવારના સભ્યો તેને પરત લાવવા સરકારને વિનંતી કરી રહ્યા છે. લક્ષ્મીના વૃદ્ધ માતા-પિતા અને પરિવારજનોનું કહેવું છે કે, લક્ષ્મીની હાલત સતત બગડી રહી છે, તેને સુરક્ષિત ઘરે પહોંચાડવી જોઈએ.
આ પણ વાંચો - Surat Crime Case : અસ્થિર મગજની મહિલાને કોઈ નરાધમે ગર્ભવતી બનાવી દીધી
લક્ષ્મીએ સંબંધીઓને આપ્યો હતો આ મેસેજઃ લક્ષ્મીએ પાંચ દિવસ પહેલા પરિવારના સભ્યોને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. તેણે પરિવારને મેસેજ કરીને જાણ કરી હતી કે હું હાલમાં ઓમાનના મસ્કતમાં છું. અહીં મને કેદ કરવામાં આવી છે. અહિં ધણી બધી ભારતીય છોકરીઓને રાખવામાં આવી છે, જેમને ખોટા વિઝા દ્વારા ઓમાન મોકલવામાં આવી છે. તેમને ખોટા કામો કરાવવાની સાથે સાથે અત્યાચાર પણ કરવામાં આવે છે. હું બહુ બીમાર છું. હું ભારત પરત આવવા માંગુ છું.