ETV Bharat / bharat

Bihar Crime: લગ્નના દબાણથી કંટાળી બોયફ્રેન્ડે ગર્ભવતી સગીરાને જીવતી સળગાવી દીધી, પરિવારજનોને પણ બનાવ્યા બંધક - બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા દબાણ બદલ યુવતીને સળગાવી

બિહારમાં ગર્ભવતી સગીરા બોયફ્રેન્ડને લગ્ન કરવા દબાણ કરતી હતી. તેનાથી કંટાળી આખરે યુવકે સગીરાને જીવતી સળગાવી દીધી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે આ મામલે મૃતકના માતાપિતાની પોલીસ ફરિયાદ નોંધી હતી.

Bihar Crime: લગ્નના દબાણથી કંટાળી બોયફ્રેન્ડે ગર્ભવતી સગીરાને જીવતી સળગાવી દીધી, પરિવારજનોને પણ બનાવ્યા બંધક

author img

By

Published : Mar 18, 2023, 4:46 PM IST

નવાદા (બિહાર): રાજ્યના નવાદા જિલ્લાના રાજૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવકે તેની સગીર પ્રેમિકાને કથિત રીતે જીવતી સળગાવી દીધી હોવાની ચોંકોવાનારી ઘટના સામે આવી હતી. પોલીસે આ મામલે 4 લોકો સામે FIR દાખલ કરી હતી. મળતી માહિતી અનુસાર, યુવતી ગર્ભવતી હોવાની જાણ થતા પ્રેમી રોષે ભરાયો હતો. જોકે, આ ઘટના 4 દિવસ પહેલા બની હોવાનું કહેવાય છે, પરંતુ છોકરીના માતાપિતાને થોડા દિવસો માટે બંધક બનાવ્યા હોવાથી આ ઘટના થોડી મોડા સામે આવી હતી.

આ પણ વાંચોઃ Punjab News: માણસામાં 6 વર્ષના બાળકની હત્યા, મુસેવાલાના પરિવારે મૃતકના પરિવારને પાઠવી સાંત્વના

સગીરાના માતાપિતાને આરોપીએ ગોંધી રાખ્યાઃ આ ઘટના બાદ છોકરાના પરિવારજનોએ છોકરીના માતાપિતાને ગેરકાયદેસર નજરકેદ કરીને ગોંધી રાખ્યા હતા. શુક્રવારે છોકરીના માતાપિતા કોઈને કોઈ બહાને છોકરાની ચુંગાલમાંથી મુક્ત થઈ ગયા હતા. ને ત્યાંથી પોલીસ સ્ટેશન પહોંચી હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદઃ "સગીર બાળકીના પિતાએ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. તેમણે બાળકીને સળગાવી દેવાનો આરોપ લગાવ્યો છે. લેખિત અરજી મુજબ, 4 લોકો સામે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે તેવું પોલીસ સ્ટેશનના હેડ દરબારી ચૌધરીએ જણાવ્યું હતું. પોલીસ સ્ટેશનમાં આપેલી લેખિત અરજીમાં સગીર યુવતીના પિતાએ કબૂલ્યું હતું કે, તેની સગીર પુત્રીને તે જ ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો.

આરોપીએ પરિવાર સાથે મળી મૃતકના અંતિમ સંસ્કાર કર્યાઃ જોકે, બાળકીના માતાપિતાને અફેરની જાણ નહતી. તેમને આ બાબતની જાણ ત્યારે થઈ જ્યારે પુત્રી ગર્ભવતી બની હતી. પુત્રી છોકરાને તેની સાથે લગ્ન કરવા માટે કહી રહી હતી, પરંતુ તે અને તેના પરિવારના સભ્યો આ માટે તૈયાર નહતા. ત્યારબાદ છોકરી અને છોકરા વચ્ચે દલીલો અને ઝપાઝપી થઈ હતી. તે દરમિયાન તેણે સગીરાને સળગાવી દીધી હતી. હત્યા બાદ યુવક અને તેના પરિવારજનોએ મૃતકના અંતિમ સંસ્કાર કરી યુવતીના પરિવારજનોને ધમકી આપી હતી. પરિવારજનોને ધમકી આપી હતી કે, જો તેઓ કેસ કરવાની હિંમત કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. છોકરાના પરિવારજનોએ છોકરીના માતા-પિતાને પણ નજરકેદ કરી દીધા હતા.

આ પણ વાંચોઃ Mumbai Brutal Murder: સગી દીકરીએ જ માતાને મોતને ઘાટ ઊતારી શરીરના કટકા કરી દીધા

4 લોકો સામે પોલીસ ફરિયાદઃ શુક્રવારે મૃતકના માતાપિતા કોઈક બિમારીના બહાને સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. તેમણે પોલીસ પાસે જઈને હત્યાની જાણ કરી હતી. યુવતીના પરિવારજનોની લેખિત અરજીના આધારે એક જ ગામના 4 લોકો વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.