ETV Bharat / bharat

Bigg Boss 17: મન્નારા ચોપરા અગાઉ બોલિવૂડની રોમેન્ટિક થ્રિલર ફિલ્મ કરી ચૂકી છે, જેને વિવેક અગ્નિહોત્રીએ ડિરેક્ટ કરી હોવાનું કહેવાય છે - વિવેક અગ્નિહોત્રી

બિગ બોસ 17ની કન્ટેન્સ્ટન્ટ મન્નારાએ અગાઉ બોલિવૂડની એક રોમેન્ટિક થ્રિલર ફિલ્મ કરી ચૂકી છે. આ એક્ટ્રેસ પોતાની કાબિલિયત દેખાડવા માટે બિગ બોસ 17માં એન્ટ્રી કરી ચૂકી છે. આવો વધુ જાણીએ આ કન્ટેન્સ્ટન્ટ વિશે વિસ્તારપૂર્વક

મન્નારા ચોપરા અગાઉ બોલિવૂડની રોમેન્ટિક થ્રિલર ફિલ્મ કરી ચૂકી છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 1:55 PM IST

મુંબઈઃ 15મી ઓક્ટોબરે બિગ બોસની 17મી સીઝનનું પ્રીમિયર થયું હતું. આ શોને શરૂ થયે થોડા દિવસ થયા છે અને આ શો વિશે બઝ શરૂ થઈ ગયો છે. આ શોના 17 સ્પર્ધકોમાંથી એક એકટ્રેસે પોતાના સારકાસ્ટિક હ્યુમરને લીધે સોશિયલ મીડિયામાં પોપ્યુલારિટી મેળવી છે. આ એક્ટ્રેસની મુન્નવર ફારુકી સાથે દોસ્તી પણ બહુ ચર્ચાસ્પદ બની હતી. અત્યારે આ એક્ટ્રેસને બિગ બોસ હાઉસના સ્ટ્રોન્ગ પ્લેયર્સ તરીકે ગણવામાં આવી રહી છે.

ફિલ્મી કનેક્શનઃ પ્રિયંકા અને પરિણીતી ચોપરાની કઝિન સિસ્ટર બિગ બોસ 17ની સૌથી પોપ્યુલર કન્ટેન્સ્ટન્ટ છે. પ્રીમિયર નાઈટમાં ઈશા માલવીયા, અભિષેકકુમારથી લઈને મુન્નવર ફારુકી અને મન્નારાના ખાટા મીઠા સંબંધોનો શોરબકોર દર્શકો સુધી પહોંચી રહ્યો છે.

તેલુગુ ફિલ્મથી શરુઆતઃ 2014માં મન્નારાએ પોતાની ફિલ્મ કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ, પ્રેમા ગીમા જંથા નાઈથી કરી હતી. આ ફિલ્મ બાદ મન્નારાને વિવેક અગ્નિહોત્રીની પ્રથમ ઈરોટિક થ્રિલર ફિલ્મ જીદ(2014) મળી હતી. આ ફિલ્મમાં મન્નારાએ કરણવીર શર્મા સાથે સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મમાં મન્નારાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. જીદના ફર્સ્ટ લૂક પોસ્ટરથી જ મન્નારા છવાઈ ગઈ હતી. જો કે આ શ્રેય વિવેક અગ્નિહોત્રીને નિર્દેશક તરીકે મળવો જોઈએ, જો કે વિવેક અગ્નિહોત્રીએ પોતાને આ ફિલ્મથી જુદા કરી લીધા છે.

જીદ ફિલ્મ વિશેઃ વિવેચકો અને દર્શકોની નકારાત્મક સમીક્ષા સાથે જીદ ફિલ્મ 28 નવેમ્બર 2014ના રોજ થીયેટર્સમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને કામૂક ઉપરાંત મૂર્ખ ગણવામાં આવી હતી. બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર 10 કરોડ રુપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 8.15 કરોડ રુપિયાની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર જીદના નિરાશાજનક પ્રદર્શન બાદ મન્નારાએ રિઝનલ સિનેમા તરફ પ્રયાણ કર્યુ હતું અને તમિલ તેમજ તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

  1. Dancer Gori Nagori: બિગ બોસ ફેમ ગોરી નાગોરી પર હુમલો, ડાન્સરે સાળા પર લગાવ્યો આરોપ
  2. Bigg Boss Season 16: અર્ચનાને સમર્થન આપવા મેરઠવાસીને પિતાએ કરી અપીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.