- ભારે વરસાદને કારણે મકાન ધરાશાયી થતાં સાત લોકોના મોત
- 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી
- એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા
કર્ણાટક : કર્ણાટકના બેલગાવી જિલ્લાના બાદલ-અંકલગી ગામમાં બુધવારે ભારે વરસાદને કારણે એક મકાન તૂટી પડતાં એક જ પરિવારના સાત સભ્યોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, સાતમાંથી પાંચનું ઘટનાસ્થળે અને બેનું હોસ્પિટલ જતાં રસ્તામાં મોત થયું હતું. મૃતકોમાં બે લગભગ 8 વર્ષની છોકરીઓ છે.
5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી
મુખ્યપ્રધાન બસવરાજ બોમ્માઇએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. અને પીડિતને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. સાથોસાથ, મુખ્યપ્રધાને જિલ્લા પ્રભારી પ્રઘાન ગોવિંદ કરજોલને ગુરુવારે સ્થળની મુલાકાત લેવા અને જિલ્લાના નાયબ કમિશનરને તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો.
આ પણ વાંચો : Earthquake In Pakistan : પાકિસ્તાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ, 15થી વધુના મોત
આ પણ વાંચો : રાહુલ-પ્રિયંકા એ મૃતક ખેડૂતના સંબંધીઓ જોડે કરી મુલાકાત, આજે બહરાઈચ જશે