ETV Bharat / bharat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં - repeal farm bill

આજે રાષ્ટ્રને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PRIME MINISTER NARENDRA MODI) કહ્યું કે, દેશના નાના ખેડૂતોના પડકારોને પહોંચી વળવા અમે બિયારણ, વીમો, બજાર અને બચત પર સર્વાંગી કામ કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે, સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પરત (Three agricultural laws were withdrawn) લઈ રહી છે. રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ પર્વ અને કાર્તિક પૂર્ણિમાના અવસર પર ત્રણ નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આ મહિનાના અંત સુધીમાં ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા શરૂ કરશે. સંપૂર્ણ સમાચાર વાંચો...

PM MODI
PM MODI
author img

By

Published : Nov 19, 2021, 9:40 AM IST

Updated : Nov 19, 2021, 12:22 PM IST

  • વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રને સંબોધન
  • કેન્દ્ર સરકારની મોટી જાહેરાત
  • ત્રણ કૃષિ કાનૂન પાછા ખેંચાયા
  • નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ઝાંસી અને મહોબા જિલ્લાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રને સંબોધન (PRIME MINISTER NARENDRA MODI ADDRESSES THE NATION) કરી જણાવ્યું કે, દેશના નાના ખેડૂતોના પડકારોને પહોંચી વળવા માટે, અમે બિયારણ, વીમો, બજાર અને બચત પર ચારે બાજુ કામ કર્યું છે. સોઇલ હેલ્થ કાર્ડ, સૂક્ષ્મ સિંચાઈ જેવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે. ખેડૂતોને તેમની મહેનતના બદલામાં તેમની ઉપજની યોગ્ય કિંમત મળે તે માટે ઘણા પગલાં પણ લેવામાં આવ્યા હતા. મોદીએ કહ્યું કે સરકાર ત્રણેય કૃષિ કાયદાઓ પરત (Three agricultural laws were withdrawn) લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ઝાંસી અને મહોબા જિલ્લાની મુલાકાત લેશે અને આ દરમિયાન 6250 કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદા પાછા ખેચ્યાં

આ સમય કોઈને દોષ આપવાનો નથી: નરેન્દ્ર મોદી

રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ પર્વ અને કાર્તિક પૂર્ણિમાના અવસર પર ત્રણ નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે આજે હું દેશવાસીઓની માફી માંગી રહ્યો છું અને દેશવાસીઓને કહેવા માંગુ છું કે અમારી તપસ્યામાં કોઈને કોઈ ઉણપ રહી હશે. તેમણે કહ્યું કે કેટલાક ખેડૂતો ભાઈઓને મનાવી શક્યા નથી. આજે ગુરુ નાનક દેવનો પવિત્ર તહેવાર છે. આ સમય કોઈને દોષ આપવાનો નથી. આજે હું આખા દેશને જણાવવા આવ્યો છું કે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આંદોલન પર બેઠેલા લોકોને પ્રકાશ પર્વ પર ઘરે પરત ફરવાની અપીલ કરી

તેમણે કહ્યું કે, આ મહિનાના અંત સુધીમાં ત્રણેય કૃષિ કાયદાઓને પરત ખેંચવાની બંધારણીય પ્રક્રિયા શરૂ કરશે. આ સાથે મોદીએ આંદોલન પર બેઠેલા લોકોને પ્રકાશ પર્વ પર ઘરે પરત ફરવાની અપીલ કરી છે.

  • आज मैं आपको, पूरे देश को, ये बताने आया हूं कि हमने तीनों कृषि कानूनों को वापस लेने का निर्णय लिया है।

    इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, हम इन तीनों कृषि कानूनों को Repeal करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे: PM @narendramodi

    — PMO India (@PMOIndia) November 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Nov 19, 2021, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.