પૂર્વ ચંપારણ : બિહારના મોતિહારીમાં એક મોટો અકસ્માત થયો (Big accident in Motihari) છે. ઈંટના ભઠ્ઠાની ચીમનીમાં આગ લાગવાને કારણે મોતિહારીમાં ઈંટના કારખાનામાં બ્લાસ્ટ થયો (Blast at brick factory in Motihari) છે. જેમાં અત્યાર સુધીમાં 5 મજૂરોના મોત થયા છે. ઘણા મજૂરો ચીમનીમાં દટાયેલા છે. તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર 15 લોકો દટાયેલા (Many died in Motihari brick kiln explosion) છે અને તેમને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. આ અકસ્માત રામગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારના નાગીરપુરમાં થયો હતો.
આ પણ વાંચો ટ્રમ્પ વોલ બની મોતની દિવાલ, USમાં ગેરકાયદેસર ઘૂસવા જતાં ગુજરાતી પરિવાર વિખેરાયો
આ અકસ્માત રામગઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. નાગીરગીરમાં, ઈંટના ભઠ્ઠાની ચીમની તૂટી પડતા ઘણા મજૂરો દટાયા હતા. પાંચ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ 15 લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે. જેમને ઇજાગ્રસ્ત હાલતમાં રક્સૌલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ હજુ પણ ઘણા લોકોના દટાયા હોવાની આશંકા છે.
આ પણ વાંચો દિલ્હી હાઇકોર્ટે હોલીવુડ અભિનેતા બેર ગ્રિલ્સને કોપીરાઈટ ભંગ બદલ સમન્સ પાઠવ્યું
અફરાતફરીનો માહોલ: ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં અનેકની હાલત નાજુક છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. સ્થાનિક પોલીસ અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.