ભોપાલઃ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી મોટા સમાચાર (Bhopal Crime News) આવી રહ્યા છે, જ્યાં ચાર મહિનાની માસૂમ બાળકની તેના પિતા દ્વારા હત્યા(Bhopal father killed innocent)કરવામાં આવી છે. હકીકતમાં, આરોપી પિતાએ દારૂના નશામાં(druken father killed own son) માસૂમનો જીવ લીધો છે, હાલ પિતા આ ઘટનાને અંજામ આપીને ફરાર છે. તે જ સમયે, પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પહેલા બાળકને ફેંકી દીધો પછી તેની હત્યા કરી: આરોપી સંજય વર્મા મૂળ ખિલચીપુર જિલ્લા રાજગઢનો રહેવાસી છે, જે તેની પત્નીને લેવા તેના સાસરે (ભોપાલના ગોંદરમાઉ) આવ્યો હતો. ઘણા સમયથી તેની પત્ની તેમના બે પુત્રો સાથે પિયરમાં ઘરે રહેતી હતી. આરોપી પતિ, પત્ની અને બાળકો લેવા માટે તેની સાસરી ગયો હતો. તે દરમિયાન આરોપીએ પરત ફરતી વખતે દારૂ પીધો હતો. આ અંગે પત્નીએ કહ્યું કે, આરોપીને કહ્યું કે આજે તમે નશો કરી લીધો છે, એટલે ઘરે કાલે જઈશું. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, ધીમે ધીમે વિવાદ એટલો વધી ગયો કે આરોપીએ પુત્રને પત્નીના ખોળામાંથી ઊંચકીને દિવાલ પર અથડાવી દીધો. એટલું જ નહીં, આરોપી પિતાએ પાછળથી તેના 4 મહિનાના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી નાખી.
આરોપી ફરાર : આ ઘટનાને અંજામ આપી નશાખોર પિતા ફરાર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃત બાળકની માતા અને પરિવારજનોની સાથે પડોશીઓની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આરોપીની શોધખોળ ચાલુ કરી દિધી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીની પત્નીના નિવેદન બાદ જ, કેસમાં વધુ માહિતી બહાર આવશે.