ભોપાલ: કોલકાતા પોલીસે (Kolkata Police) તાજેતરમાં હાવડા અને 24 પરગના માંથી અલ કાયદાના બે આતંકવાદીઓની ધરપકડ કરી (Kolkata STF arrested two terrorists) હતી. તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, અન્ય બે સાથીદારો ભોપાલમાં છુપાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને શકમંદો સતત પોતાની ઓળખ છુપાવી રહ્યા હતા અને અલગ-અલગ જગ્યાએ રહેતા હતા.
STF બંનેને કોલકાતા લઈ ગઈ: અગાઉ તેઓ મિલન અને મોહન પાત્રાના નામે રહેતા હતા. બાદમાં તેણે પોતાનું નામ ઈબ્રાહિમ અને જાહિલુદ્દીન તરીકે જીવવાનું શરૂ કર્યું. એક દિવસ પહેલા કોલકાતા પોલીસને તેમના વિશે ખબર પડી હતી. આ પછી, એમપી પોલીસની મદદથી કોલકાતા STFએ (Kolkata STF) બંને શકમંદોને ભોપાલના જૂના વિસ્તારમાંથી પકડ્યા. કોલકાતા પોલીસ બંને શકમંદોને તેમની સાથે કોલકાતા લઈ ગઈ. જો કે કોલકાતા પોલીસની કાર્યવાહી અંગે મધ્યપ્રદેશ પોલીસ મૌન સેવી રહી છે.
હજુ પણ શંકાસ્પદની શોધમાં: કોલકાતા STFના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને શંકાસ્પદ આતંકવાદીઓ વિરુદ્ધ UAPA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ડોમજુરમાં એક કેસમાં ચાર લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનામાં પણ ભોપાલના જૂના વિસ્તારમાંથી છ JMB આતંકીઓની ધરપકડ (bhopal al qaeda terrorists arrested) કરવામાં આવી હતી. તેમના વાયરો પશ્ચિમ બંગાળના કોલકાતા સાથે પણ જોડાયેલા હતા.