ETV Bharat / bharat

MP Communal Clash: પરશુરામ જયંતિ અને ઈદ પર બે સમુદાયમાં વિવાદ, રોકવા ગયેલા કોન્સ્ટેબલ પર પથ્થરમારો - કોન્સ્ટેબલ પર પથ્થરમારો

મધ્ય પ્રદેશના ભીંડમાં પરશુરામ જયંતિ અને ઈદની ઉજવણી પર બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. જે દરમિયાન અજ્ઞાત લોકોએ હંગામો અટકાવવા ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં તેને ઈજા પહોંચી હતી.

MP Communal Clash:
MP Communal Clash:
author img

By

Published : Apr 23, 2023, 4:44 PM IST

મધ્ય પ્રદેશ: ભીંડમાં પરશુરામ જયંતિ અને ઈદના તહેવારની ચાલી રહેલી ઉજવણી દરમિયાન 2 સમુદાયો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ એક પોલીસ કોન્સ્ટેબલ મામલો થાળે પાડવા પહોંચ્યો હતો, જ્યાં અંધારાનો લાભ લઈ અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેને કારણે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Ganesh Chaturthi 2023: અખાત્રીજ પછી આવતી ગણેશ ચતુર્થીનું ધાર્મિક મહત્વ

પરશુરામ જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા: મળતી માહિતી મુજબ 22 એપ્રિલે ઈદ અને પરશુરામ જયંતિનો તહેવાર એકસાથે મનાવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં સુરક્ષાની દૃષ્ટિએ પોલીસ દ્વારા બધે જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઇદનો કાર્યક્રમ સવારે નમાઝ સાથે પૂર્ણ થયો હતો, ત્યારબાદ સાંજે ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે શહેરમાં બ્રાહ્મણ સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે બડે હનુમાન મંદિરથી શરૂ થઈને બ્લોક કોલોનીમાં બંધાયેલ પરશુરામ મંદિર બહાર કાઢવામાં આવ્યું હતું. જ્યાં બે સમુદાય વચ્ચે વિવાદ થયો હતો.

આ પણ વાંચો: HAPPY BIRTHDAY BHAVNAGAR: ભાવનગરના 300 વર્ષ પૂરા, જોરદાર સેલિબ્રેશન થયું

કોન્સ્ટેબલ પર પથ્થરમારો: કોન્સ્ટેબલ મોહિત સિંહ યાદવે જણાવ્યું હતું કે હું ફરજ પર હતો, તે દરમિયાન એક યુવક આવ્યો અને માધવગંજ હાટ વિસ્તારમાં બે સમુદાયના લોકો વચ્ચેના વિવાદ વિશે જણાવ્યું. જ્યારે હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે બંને સમાજના કેટલાક યુવકો એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હતા, મેં કોઈક રીતે બંને સમુદાયોને અલગ કર્યા અને તેમને સલાહ આપી કે સરઘસમાં સામેલ યુવાનોએ રેલીમાં પાછા જવું જોઈએ અને બીજી બાજુના લોકોએ પણ પાછા જવું જોઈએ. દરમિયાન લાઇટ ગઈ અને ત્યાં અંધારામાં અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો, તેમાંથી એક પથ્થર મારા માથામાં વાગ્યો. પથ્થરમારો થતાં હું ઘાયલ થયો હતો, ત્યારબાદ મને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.