નવી દિલ્હી: ભાજપે શનિવારે ચૂંટણી પંચને રાજસ્થાનમાં મતદાનના દિવસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પોસ્ટને ધ્યાનમાં લેવાની માંગ કરી છે. ઉપરાંત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ' X ' પરથી ' અપમાનજનક સામગ્રી ' દૂર કરવાની વિનંતી કરવામાં આવી છે. કારણ કે તે 48 કલાકના સાયલન્સ ઝોનનું ઉલ્લંઘન કરે છે અને 'મુક્ત અને ન્યાયી ચૂંટણીના સિદ્ધાંતને ભરપાઇ ન થઇ શકે તેવું નુકસાન પહોંચાડે છે.
રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનાહિત ફરિયાદ : ભાજપે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે પાર્ટીએ વિનંતી કરી કે ચૂંટણી પંચ રાજસ્થાનના મુખ્ય ચૂંટણી અધિકારીને રાહુલ ગાંધી વિરુદ્ધ ' ગુનાહિત ફરિયાદ' દાખલ કરવા અને 'ફોજદારી કાર્યવાહી શરૂ' કરવા માટે નિર્દેશ જારી કરે. તેમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરેલી લિંક પણ આપવામાં આવી છે. નિવેદન અનુસાર, રાહુલ ગાંધી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સંદેશને આજે સવારે 10:30 વાગ્યા સુધી મોટી સંખ્યામાં એટલે કે 2,30,900 થી વધુ લોકોએ જોયો છે.
કાયદાનું ગંભીર ઉલ્લંઘન : નિવેદનમાં કોંગ્રેસ નેતા પર ચૂંટણી કાયદા અને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પાર્ટીએ કહ્યું કે ' કોંગ્રેસ પાર્ટીના સ્ટાર પ્રચારક દ્વારા આ કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. મતદાનના દિવસે આવા દુૃૃસાહસી કૃત્ય પર પંચ દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ અને ગુનેગાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ.'' ભાજપે તેના નિવેદનમાં પંચને આ અંગે વિચારણા કરવા હાકલ કરી છે કે શું મતદાનના દિવસે આવો સંદેશ પોસ્ટ કરવો એ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 126 હેઠળ ગુનો છે.
ચૂંટણી પંચ કાર્યવાહીની શક્યતા : ભાજપે ચૂંટણી સંસ્થાને લખેલા નિવેદનમાં જણાવ્યું છે કે ' સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ' X ' અને તેના અધિકારીઓને 48 કલાકની અંદર તાત્કાલિક અસરથી એકાઉન્ટને સસ્પેન્ડ કરવા અને ઉપરોક્ત વાંધાજનક સામગ્રીને તાત્કાલિક અસરથી દૂર કરવાનો નિર્દેશ આપવામાં આવી શકે છે. નિષ્પક્ષતા અને સ્વતંત્રતાના સિદ્ધાંત માટેના એક અલગ કેસમાં ચૂંટણી પંચે ગુરુવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ચૂંટણી રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમને પાકીટમાર ('પિકપોકેટ') અને 'પનોતી' ટિપ્પણી માટે કારણ બતાવો નોટિસ જારી કરી હતી.