ETV Bharat / bharat

ઝાયડસ કેડિલાએ ZyCoV-Dના પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલનો ડોઝ આપવાનું કાર્ય પૂરું થયાની જાહેરાત કરી - અમદાવાદના સમાચાર

ઝાયડસ કેડિલાએ કોવિડ-19 અટકાવવા માટેની તેની પ્લાઝ્મિડ DNA વેક્સિન પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં સલામત તેમજ સાનુકૂળ જણાઇ હોવાની જાહેરાત કરી હતી. હવે કંપની 6 ઓગસ્ટ, 2020થી બીજા તબક્કાની ટ્રાયલનો પ્રારંભ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ 15મી જુલાઇ, 2020માં શરૂ થઇ હતી, તેમાં તંદુરસ્ત વોલન્ટીયર્સના શરીરમાં રસીનો ડોઝ દાખલ કરવામાં આવ્યો હતો, તે ડોઝ સાનુકૂળ રહ્યો છે.

ઝાયડસ કેડિલા
ઝાયડસ કેડિલા
author img

By

Published : Aug 13, 2020, 7:22 PM IST

અમદાવાદ: અગ્રણી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ બુધવારે જાહેરાત કરી હતી કે, કોવિડ-19ના નિવારણ માટેની તેની પ્લાસ્મિડ DNA વેક્સિન પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં સલામત અને સાનુકૂળ જણાઇ હતી. કંપનીએ જણાવ્યું હતું કે, 15મી જુલાઇ, 2020ના રોજ શરૂ કરવામાં આવેલી પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં તંદુરસ્ત વોલન્ટીયર્સના શરીરમાં દાખલ કરવામાં આવેલો વેક્સિનનો ડોઝ સાનુકૂળ રહ્યો છે.અગાઉ, આ વેક્સિન પ્રિ-ક્લિનિકલ ટોક્સિસિટી અભ્યાસોમાં સલામત, ઇમ્યૂનોજેનિક અને સહનક્ષમ જણાઇ હતી.

ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ આર. પટેલે જણાવ્યું હતું કે, “ZyCoV-Dની સલામતી પ્રસ્થાપિત કરવા માટેનું પ્રથમ તબક્કાનું ડોઝિંગ એક મહત્વનું સીમાચિહ્ન છે.” તેમણે આગળ જણાવ્યું હતું કે, “પ્રથમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલના તમામ સબ્જેક્ટ્સને ડોઝ આપવામાં આવ્યા બાદ ક્લિનિકલ ફાર્માકોલોજીકલ યુનિટમાં 24 કલાક સુધી તથા ત્યાર બાદ સાત દિવસ સુધી તેમના પર દેખરેખ રાખવામાં આવી હતી અને વેક્સિન સલામત જણાઇ હતી. હવે અમે બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી રહ્યાં છીએ અને વિશાળ વસ્તીમાં વેક્સિનની સલામતી તથા ઇમ્યૂનોજેનિસિટીનું મૂલ્યાંકન કરવા તરફ નજર દોડાવી રહ્યાં છીએ.”

પ્રથમ તબક્કાની ક્લિનિકલ ટ્રાયલમાં જે પણ સબ્જેક્ટ્સ (વોલન્ટીયર્સ)ને વેક્સિન આપવામાં આવી હતી, તેમની સલામતીની ક્લિનિકલ ટ્રાયલના સલામતીનાં પાસાં પર નજર રાખવા માટે રચવામાં આવેલા ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ (ડીએસએમબી) દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. ZyCoV-Dનો બીજા તબક્કાનો અભ્યાસ ડોઝ-એસ્કેલેશન, બહુકેન્દ્રીય, રેન્ડમાઇઝ્ડ, ડબલ-બ્લાઇન્ડ પ્લેસિબો-નિયંત્રિત, એડપ્ટિવ તબક્કા I/IIના ભાગરૂપે 1000 કરતાં વધુ પુખ્ત વોલન્ટીયર્સ પર હાથ ધરવામાં આવશે.

ZyCoV-D સાથે, કંપનીએ હિતકારક જિનનું વહન કરતા નોન-રેપ્લિકેટિંગ અને નોન-ન્ટિગ્રેટિંગ પ્લાઝમિડનો ઉપયોગ કરીને દેશમાં સફળતાપૂર્વક DNA વેક્સિન પ્લેટફોર્મ પ્રસ્થાપિત કર્યું છે.

વધુમાં, કોઇપણ પ્રકારના ચેપી દ્રવ્યની ગેરહાજરીમાં, આ પ્લેટફોર્મ અલ્પતમ બાયોસેફટી રિક્વાયરમેન્ટ્સ (બીએસએલ-1) સાથે રસીના ઉત્પાદનની સરળતા પૂરી પાડે છે.

આ પ્લેટફોર્મ વેક્સિનની સુધારાયુક્ત સ્થિરતા દર્શાવવા માટે પણ જાણીતું છે. વળી, કોલ્ડ ચેઇનની નિમ્ન જરૂરિયાતને કારણે દેશના અત્યંત અંતરિયાળ પ્રદેશોમાં વેક્સિનનું પરિવહન સરળ બને છે. વળી, વાઇરસ પરિવર્તન પામે, તો તે સ્થિતિમાં રસી હજી પણ રક્ષણ પૂરું પાડે છે, તે સુનિશ્ચિત કરવા માટે બે-ત્રણ સપ્તાહની અંદર રસીમાં ફેરફાર કરવા માટે પ્લેટફોર્મનો ઝડપથી ઉપયોગ કરી શકાય છે.

પ્લાઝમિડ DNAને જ્યારે યજમાન કોશોના સંપર્કમાં લાવવામાં આવે, ત્યારે તે વાઇરલ પ્રોટીનમાં રૂપાંતરિત થઇ જશે અને તે માનવ રોગપ્રતિકારક વ્યવસ્થાના સેલ્યુલર અને હ્યુમરલ ભાગ દ્વારા આપવામાં આવેલો મજબૂત રોગપ્રતિકારક પ્રતિસાદ દર્શાવશે, જે બિમારી સામે રક્ષણ આપવામાં તથા વાઇરલ ક્લિયરન્સમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ZyCoV-D વિકસાવવા ક્ષેત્રે નેશનલ બાયોફાર્મા મિશન, બીઆઇઆરએસી, ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી તથા ભારત સરકાર દ્વારા મળેલી સહાય બદલ ઝાયડસ તેમનો આભાર માને છે. ઝાઇડસનો વેક્સિન રિસર્ચ કાર્યક્રમ – વેક્સિન ટેકનોલોજી સેન્ટર ઓફ ઝાયડસ કેડિલા વાઇરલ, ટોક્સોઇડ, પોલિસેકેરાઇડ, સંયુગ્મ તથા અન્ય પેટા-એક રસીઓ વિકસાવવા તથા તેનું ઉત્પાદન કરવા માટે વ્યાપક સ્તરની ક્ષમતાઓ ધરાવે છે. વાસ્તવમાં, ઝાયડસ 2010ની મહામારીમાં સ્વાઇન ફ્લૂને મ્હાત આપવા માટે રસી વિકસાવનાર તથા સ્થાનિક સ્તરે તેનું ઉત્પાદન કરનારી ભારતની પ્રથમ કંપની હતી.

ભૂતકાળમાં ઝાયડસ કેડિલા ટેટ્રેવેલન્ટ સિઝનલ ઇન્ફ્લ્યુએન્ઝા વેક્સિન (પ્રાદેશિક સ્તરે રસી વિકસાવનાર અને તેનું વેચાણ કરનાર), ઇનેક્ટિવેટેડ રેબિઝ વેક્સીન (હૂ દ્વારા પ્રિ-ક્વોલિફાઇડ), વેરિસેલા વેક્સિન (સ્થાનિક સ્તરે રસી વિકસાવીને બજારની અધિકૃતતા પ્રાપ્ત કરનારી પ્રથમ કંપની), મિસલ (ઓરી, શિતળા) કન્ટેનિંગ વેક્સિન (એમઆર, એમએમઆર, શિતળા), ટાઇફોઇડ કન્જુગેટ વેક્સિન, પેન્ટેવલન્ટ વેક્સિન (DPT-HepB-Hib) સહિતની અન્ય ઘણી રસી સ્થાનિક સ્તરે સફળતાપૂર્વક વિકસાવી છે.

આ ઉપરાંત કંપની ઓરી-મમ્પ્સ-રૂબેલા-વેરિસેલા (MMRV), હ્યુમન પેપ્પીલોમાવાઇરસ વેક્સિન, હિપેટાઇટિસ 2, હિપેટાઇટિસ A, હિપાટાઇટિસ E રસિહતની રસીઓ વિકસાવવા ક્ષેત્રે કાર્યરત છે. આ તમામ રસીઓ વિકાસના જુદા-જુદા તબક્કા પર પહોંચી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.