લખનઉ : ઉત્તરપ્રદેશમાં કોરોના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. યોગી સરકારે યુપી સરકાર દ્વારા 15 જિલ્લાઓને સંપૂર્ણપણે સીલ કરી દીધા છે. સરકારના નિષ્ણાંતોના મંતવ્ય પર, 13 એપ્રિલ સુધીમાં સંપૂર્ણ સીલ મારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગૃહ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 13 એપ્રિલ સુધી આ 15 જિલ્લાઓમાં કોઈ હિલચાલ નહીં થાય, બધે જ માલની હોમ ડિલિવરી થશે, એટલે કે કોઈ પણ દુકાન ખોલશે નહીં. ફક્ત કર્ફ્યુ પાસ ધરાવનારને આવજ-જાવનની મંજૂરી આપવામાં આવશે.
યુપી સરકારે જે 15 જિલ્લાઓને સંપૂર્ણપણે સીલ કરી દીધા છે, તેમાં લખનઉ, આગ્રા, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધનગર, કાનપુર, વારાણસી, શામલી, મેરઠ, બરેલી, બુલંદશહેર, ફિરોઝાબાદ, મહારાજગંજ, સીતાપુર અને સહારનપુરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓને 13 એપ્રિલ સુધીમાં સંપૂર્ણ સીલ કરી દેવામાં આવશે. 13 એપ્રિલે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવશે, ત્યારબાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.
જો કે, આ સંદર્ભે અધિક મુખ્ય સચિવ ગૃહ અવસ્થીને ફોનની વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ વાતચીત થઈ શકી નથી. આ અંગે બપોર બાદ 4:00 કલાકે પત્રકાર પરિષદ દરમિયાન જાહેર કરવામાં આવી શકે છે.