લખનઉ: મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગાઝિયાબાદમાં પત્રકાર વિક્રમ જોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પરિવારને 10 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે. તેમજ મૃતક પત્રકારની પત્નીને સરકારી નોકરી અને બાળકોને મફત શિક્ષણ આપવા માટે આદેશ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પત્રકાર વિક્રમ જોશીએ ભત્રીજીની છેડતી કરનારા સામે પોલીસમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદ બાદ તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પત્રકારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બુધવારે વહેલી સવારે પત્રકારનું મોત નિપજ્યું છે. પોલીસે આ ઘટના સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરી છે. તેમજ સરકારે સૂચના કરી છે કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.