નવી દિલ્હીઃ મની લોન્ડ્રિંગ મામલે પૂછપરછ માટે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસની પહોંચ્યા હતાં. EDએ અનિલ અંબાણીને ગુરુવારે હાજર થવા માટે સમન્સ જાહેર કર્યું હતું.
યસ બેંક સંબધિત મની લોન્ડ્રિંગ મામલે થશે પૂછપરછ
રિલાયન્સ સમૂહના અધ્યક્ષ અનિલ અંબાણીએ ED સમક્ષ અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે EDની ઓફિસમાં હાજર થવા માટે વધુ સમયની માગ કરી હતી.
નોંધનીય છે કે, EDએ સોમવારે નોટિસ જાહેર કરતાં અંબાણીને 19 માર્ચે હાજર થવાનો આદેશ કર્યો હતો. EDએ અનિલ અંબાણી સહિત સુભાષ ચંદ્રા અને નરેશ ગોયલને પણ નોટિસ ફટકારી છે.